25 August, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો નવા બંગલાનો લેટેસ્ટ વિડિયો વાઇરલ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો નવા બંગલાનો લેટેસ્ટ વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જે જોઈને લાગે છે કે આ બંગલો લગભગ તૈયાર થઈ ગયો છે. બાંદરા-વેસ્ટમાં આવેલા ૨૫૦ કરોડ રૂપિયાના, છ માળના આ લક્ઝરી બંગલોનું નામ રણબીરનાં દાદી ક્રિષ્ના રાજ કપૂરની યાદમાં ‘ક્રિષ્ના રાજ’ રાખવામાં આવ્યું છે. હાલમાં આલિયા તેનાં સાસુ નીતુ કપૂર સાથે સાઇટની મુલાકાતે જોવા મળી હતી અને તેઓ બહુ જલદી આ ઘરમાં રહેવા આવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે આ ઘર રણબીર-આલિયાની દીકરી રાહાના નામે રજિસ્ટર થયું છે.