✕

સંજય લીલા ભણસાલીએ લવ ઍન્ડ વૉરના પ્રમોશન માટે બનાવ્યો માસ્ટર પ્લાન

25 November, 2026 07:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મની વાર્તા અને પાત્રો વિશે વધુ જાણવાની તક મળે એ પહેલાં જ દર્શકો આ ગીત સાથે જોડાઈ શકશે.

સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ

રણબીર કપૂરની ‘રામાયણ’ અત્યારે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે. હવે તેની આગામી ફિલ્મ છે ‘લવ ઍન્ડ વૉર’. આ ફિલ્મ ૨૧ જાન્યુઆરીએ થિયેટરમાં રિલીઝ થવાની છે. થોડા સમય પહેલાં જ ફિલ્મમાંથી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. જોકે ટ્રેલર પહેલાં સંજય લીલા ભણસાલીએ ફિલ્મના પ્રમોશન માટે બીજું ખાસ પ્લાનિંગ કર્યું છે. 
‘લવ ઍન્ડ વૉર’ એક રોમૅન્ટિક ડ્રામા ફિલ્મ છે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મના ફર્સ્ટ લુક પછી પ્રમોશનનો બીજો તબક્કો મ્યુઝિક પર આધારિત હશે. હાલમાં સંજય લીલા ભણસાલી ટ્રેલર પહેલાં એક ગીત રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પહેલાં પણ ‘બાજીરાવ મસ્તાની’ અને ત્યાર બાદ ‘હીરામંડી’ માટે પણ તેમણે આવો જ વ્યૂહ અપનાવ્યો હતો. પ્રમોશનલ કૅલેન્ડર મુજબ ટ્રેલર મ્યુઝિક-વિડિયો રજૂ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા અને પાત્રો વિશે વધુ જાણવાની તક મળે એ પહેલાં જ દર્શકો આ ગીત સાથે જોડાઈ શકશે.

sanjay leela bhansali vicky kaushal alia bhatt ranbir kapoor bollywood buzz bollywood news bollywood gossips bollywood upcoming movie