મારી હેલ્થની અફવાઓનો ટૉપિક ખૂબ જ બોરિંગ છે : રાણા દગુબટ્ટી

07 August, 2019 11:48 AM IST  | 

મારી હેલ્થની અફવાઓનો ટૉપિક ખૂબ જ બોરિંગ છે : રાણા દગુબટ્ટી

રાણા દગુબટ્ટીનું કહેવું છે કે તેની હેલ્થને લઈને જે ટોપિક ચાલી રહ્યો છે એ ખૂબ જ કંટાળાજનક છે. રાણા દગુબટ્ટીને હેલ્થને લઈને નવી-નવી વાતો ઊડતી રહે છે. ગયા મહિને એવી ચર્ચા ચાલી હતી કે તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી છે. આ વિશે પૂછતાં રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘મારી હેલ્થને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે અને હું એકદમ સ્વસ્થ છું એ વિશે સફાઈ આપીને પણ થાકી ગયો છું. મારી હેલ્થને લઈને જે અફવાઓ ચાલે છે એ એક બોરિંગ ટોપિક છે. હું જ્યારે પણ હૈદરાબાદની બહાર જાવ છું ત્યારે લોકોને ચિંતા થઈ આવે છે. જોકે લોકો મારા પર જે પ્રેમનો વરસાદ વરસાવી રહ્યાં છે એનાથી હું ખુશ છું.’

આ પણ વાંચો:પરિણીતીની ફિલ્મમાં પોલીસ ઑફિસર બનશે કીર્તિ કુલ્હારી

rana daggubati bollywood gossips gujarati mid-day