✕

સાઈ પલ્લવીને કેવો જીવનસાથી જોઈએ છે?

02 November, 2026 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને લગ્ન વિશે કરેલા સવાલનો જવાબ આપતાં ઍક્ટ્રેસે કહ્યું કે રસોઈ બનાવતાં આવડતી હોય તો સૌથી સારું

સાઈ પલ્લવી

‘રામાયણ’ની રિલીઝને હવે માત્ર એક અઠવાડિયું બાકી છે ત્યારે ફિલ્મની આખી ટીમ જોરશોરથી પ્રમોશનમાં વ્યસ્ત છે. પાંચ નવેમ્બરે રિલીઝ થનારી આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. હાલમાં ફિલ્મની કાસ્ટ પ્રમોશન માટે ‘કૌન બનેગા કરોડપતિ 18’ના સેટ પહોંચી હતી. અહીં અમિતાભ બચ્ચને ‘રામાયણ’ની ટીમને ફિલ્મની સાથે તેમની અંગત જિંદગી વિશે પણ સવાલો પૂછ્યા હતા. ‘કૌન બનેગા કરોડપતિ 18’ના મંચ પર અમિતાભે વાતવાતમાં સાઈને સવાલ કર્યો હતો કે ‘જો તમે ક્યારેય લગ્ન કરવાનો નિર્ણય લો તો કેવા પ્રકારની વ્યક્તિને પસંદ કરશો?’ આ સવાલના જવાબમાં સાઈએ કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો તે સારો માણસ હોવો જોઈએ. તે પોતાની જાતને જ મહત્ત્વ આપનાર અને સ્વાર્થી ન હોવો જોઈએ. તે એવો માણસ હોવો જોઈએ જે આત્મનિરીક્ષણ કરી શકે, પોતાની અંદર ઝાંખી શકે અને પોતાનાં કર્મોનું ધ્યાન રાખી શકે. તેને એ સમજ હોવી જોઈએ કે તે જિંદગીમાં ક્યાં ઊભો છે. માણસથી ભૂલો થઈ શકે છે, પણ તેને પોતાની ભૂલો સુધારતાં આવડવું જોઈએ. સૌથી મહત્ત્વનું એ છે કે તે સારો માણસ હોવો જોઈએ અને જો તેને રસોઈ બનાવતાં આવડતું હોય તો સૌથી સારું.’

ramayan sai pallavi kaun banega crorepati amitabh bachchan bollywood buzz bollywood news bollywood gossips bollywood