✕

રામાયણમાં કવ્વાલી જેવું સંગીત? એ.આર.રહમાનની કેટલાક લોકો કરી રહ્યા છે ટીકા

27 October, 2026 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મના નવા સૉન્ગ મંગલ રંગને લઈને સોશ્યલ મીડિયામાં એ.આર. રહમાનની કેટલાક લોકો કરી રહ્યા છે ટીકા

એ.આર.રહેમાન

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ પાંચમી નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ફિલ્મનું ઍડ્‌વાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ દરમ્યાન નિર્માતાઓએ રવિવારે ફિલ્મનું નવું ગીત ‘મંગલ રંગ’ રિલીઝ કર્યું હતું. એ.આર. રહમાનના સંગીતથી સજ્જ આ ગીતને અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે સ્વર આપ્યો છે. આ ગીતમાં ભગવાન રામ અને માતા સીતાના પ્રેમ, તેમના પવિત્ર મિલન અને સાથે વિતાવેલી સફરને દર્શાવવામાં આવી છે. મોટા ભાગના લોકોને આ ગીત ગમ્યું છે, પણ કેટલાક લોકોને આ ગીતનું સંગીત કવ્વાલી જેવું લાગે છે અને તેઓ સોશ્યલ મીડિયામાં આ વાતની ટીકા કરી રહ્યા છે અને આ ગીતની રિધમ જેવી જ કવ્વાલીની રિધમની સરખામણી કરતી ક્લિપ ચર્ચાસ્પદ બની છે.

ramayan ranbir kapoor arijit singh shreya ghoshal upcoming movie bollywood news bollywood gossips bollywood entertainment news