રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત નમિત મલ્હોત્રાની `રામાયણ`નું વૈશ્વિક સ્તરે લોન્ચિંગ

04 July, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત બહુપ્રતિક્ષિત ફિલ્મ `રામાયણ`નું `ધ ઇન્ટ્રોડક્શન`ના રૂપમાં ભવ્ય વૈશ્વિક લોન્ચિંગ થયું છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય લાઇવ-એક્શન સિનેમેટિક બનવા જઈ રહી છે.

ફિલ્મ `રામાયણ`નું `ધ ઇન્ટ્રોડક્શન`

આ ૫,૦૦૦ વર્ષ જૂની ગાથાને વિશ્વભરના ૨.૫ અબજ લોકો પોતાની માને છે. હવે નમિત મલ્હોત્રાની રામાયણને બે ભાગના લાઇવ-એક્શન સિનેમેટિક તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જેનો સ્કેલ અત્યાર સુધીના સૌથી મોટા હોલીવુડ ટેન્ટપોલ્સ જેવો જ છે. આ ફિલ્મમાં, હોલીવુડ અને ભારતના પ્રખ્યાત કલાકારો અને ટેક્નિશિયનો પહેલી વાર આટલી મોટી ભાગીદારીમાં સાથે આવી રહ્યા છે, જે પહેલા ક્યારેય નહોતું થયું.

નિતેશ તિવારી દ્વારા દિગ્દર્શિત રામાયણનું નિર્માણ નમિત મલ્હોત્રાના પ્રાઇમ ફોકસ સ્ટુડિયો અને ૮ વખત ઓસ્કાર વિજેતા VFX સ્ટુડિયો DNEG, યશના મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ સાથે મળીને કરી રહ્યા છે. આ ફિલ્મ ખાસ કરીને IMAX જેવા મોટા ફોર્મેટ માટે શૂટ કરવામાં આવી રહી છે. રામાયણનો પહેલો ભાગ ૨૦૨૬ની દિવાળી પર અને બીજો ભાગ ૨૦૨૭ની દિવાળી પર વિશ્વભરમાં રિલીઝ થશે.

દુનિયાની સૌથી મોટી સિનેમેટિક ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ અદ્ભુત સીનેમેટિક અનુભવની પહેલી ઝલક રામાયણ: ધ ઇન્ટ્રોડક્શનના વૈશ્વિક લોન્ચ સાથે પ્રગટ થઈ છે. તે બે સૌથી મોટા પૌરાણિક પાત્રો- રામ અને રાવણના જાણીતા યુદ્ધને પુનર્જીવિત કરે છે. ભારતના નવ મુખ્ય શહેરોમાં એક સાથે ચાહકોનું પ્રદર્શન અને ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં એક વિશાળ બિલબોર્ડ ટેકઓવર સાથે, સ્ટેજ સેટ કરી રહ્યું છે. આ મેગા પ્રોજેક્ટનું નેતૃત્વ નિર્માતા નમિત મલ્હોત્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને સુપરસ્ટાર યશની પણ મદદ મળી છે. ઓસ્કાર વિજેતા ટેક્નિશિયન, ટોચના હોલીવુડ સર્જકો અને ભારતના સૌથી મોટા કલાકારોની એક ટીમ ભારતીય સંસ્કૃતિમાં ઊંડે સુધી જડેલી આ ગાથાને ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક નવા યુગના સિનેમેટિક અનુભવમાં પરિવર્તિત કરવા માટે એકસાથે આવી છે.

પૌરાણિક વાર્તા પર નજર કરીએ તો એક રાક્ષસી બાળકનો જન્મ થાય છે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે તે રાવણ બની જશે. સૌથી ભયાનક અને અજેય રાજા કે જેની ગર્જના આકાશને ધ્રુજાવી નાખે તેવી હોય. તેના મનમાં હતું કે વિષ્ણુનો નાશ કરવાનો. આને રોકવા માટે, વિષ્ણુ પોતે પૃથ્વી પર આવે છે- રામ સ્વરૂપ લઈને. 

અહીંથી રામ અને રાવણનોં સંઘર્ષ શરૂ થાય છે. આ રામાયણ છે, એક વાર્તા જે બ્રહ્માંડના યુદ્ધ, ભાગ્યની શક્તિ અને ભલાઈના વિજયને દર્શાવે છે. એક એવી ગાથા જે આજે પણ લાખો લોકોના મન અને વિચારોને માર્ગદર્શન આપે છે.

આ વખતે રામાયણનું કાસ્ટિંગ એક મહાકાવ્યથી ઓછું નથી. ભારતના સૌથી મોટા સ્ટાર્સને એકસાથે લાવીને જે ટીમ બનાવવામાં આવી છે તે ખરેખર ખાસ છે. રામની ભૂમિકા રણબીર કપૂર દ્વારા ભજવવામાં આવી છે. રાવણનું પાત્ર યશ ભજવી રહ્યો છે. બધાની પ્રિય સીતાનું પાત્ર સાઈ પલ્લવી ભજવી રહી છે. હનુમાનનું પાત્ર સની દેઓલ ભજવી રહ્યો છે. લક્ષ્મણનાં કિરદારમાં રવિ દુબે છે.

આ શક્તિશાળી કલાકારોમાં બીજી એક મહાન ટીમ જોડાઈ છે. બે સંગીત દિગ્ગજ કલાકારો હંસ ઝિમર અને એ.આર. રહેમાન. ફિલ્મના મહાકાવ્ય યુદ્ધના દ્રશ્યો હોલીવુડના ટોચના સ્ટંટ ડિરેક્ટર ટેરી નોટરી (એવેન્જર્સ, પ્લેનેટ ઓફ ધ એપ્સ) અને ગાય નોરિસ (મેડ મેક્સ: ફ્યુરી રોડ, ફ્યુરિયોસા) દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવી રહ્યા છે, અને પ્રાચીન ભારતની ભવ્યતાને પ્રોડક્શન ડિઝાઇનર્સ રવિ બંસલ (ડ્યુન 2, અલાદ્દીન) અને રામસે એવરી (કેપ્ટન અમેરિકા, ટુમોરોલેન્ડ) દ્વારા મોટા પડદા પર જીવંત કરવામાં આવી રહી છે. આ બધું પહેલા ક્યારેય ન હોય તેવો સિનેમેટિક અનુભવ બનાવી રહ્યું છે.

DNEG ના સ્થાપક, પ્રાઇમ ફોકસ, ફિલ્મ નિર્માતા અને CEO નમિત મલ્હોત્રા કહે છે, “આ ફક્ત એક ફિલ્મ નથી પરંતુ વિશ્વભરના દરેક ભારતીય માટે એક સાંસ્કૃતિક પહેલ છે. રામાયણ દ્વારા અમે ઇતિહાસનું પુનર્નિર્માણ નથી કરી રહ્યા પરંતુ વિશ્વ સમક્ષ આપણા વારસાને રજૂ કરી રહ્યા છીએ. અમે આ પ્રોજેક્ટ માટે વિશ્વની શ્રેષ્ઠ પ્રતિભાઓને એકસાથે લાવ્યા છીએ જેથી આ વાર્તા સંપૂર્ણ સત્ય, ભાવના અને આધુનિક ટેકનોલોજી સાથે કહી શકાય."

દિગ્દર્શક નિતેશ તિવારી કહે છે, “રામાયણ એક એવી વાર્તા છે જેની સાથે આપણે બધા મોટા થયા છીએ. તે આપણી સંસ્કૃતિના આત્માને મૂર્ત સ્વરૂપ આપે છે. અમારો ઉદ્દેશ્ય આ આત્માનું સન્માન કરવાનો અને તેને સિનેમેટિક ભવ્યતા સાથે રજૂ કરવાનો હતો જે ખરેખર લાયક છે. એક ફિલ્મ નિર્માતા તરીકે, તે એક મોટી જવાબદારી છે પણ તેને જીવંત કરવાની તક મળવી એ પણ એક સન્માન છે."

IMAX જેવા વિશ્વના સૌથી ઇમર્સિવ ફોર્મેટ માટે ખાસ બનાવવામાં આવેલ, રામાયણ એક સિનેમેટિક સફર છે જે દર્શકોને માનવ ઇતિહાસની સૌથી જૂની અને સૌથી શક્તિશાળી વાર્તાઓમાંની એકના હૃદયમાં લઈ જાય છે. આ ફક્ત એક ફિલ્મ નથી, પરંતુ અદભૂત થિયેટર એક્સપિરિયન્સ છે, જે સૌને ગમશે જ.

ranbir kapoor sai pallavi ramayan upcoming movie bollywood bollywood news nitesh tiwari entertainment news teaser release ravi dubey sunny deol bollywood events bollywood buzz ar rahman indian mythology