21 April, 2026 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘રામાયણ’ દિવાળી વખતે રિલીઝ થશે. જોકે આ રિલીઝ પહેલાં એની ઝલક વિદેશમાં દર્શાવવામાં આવી છે. હાલમાં અમેરિકાના લાસ વેગસમાં યોજાયેલા સિનેમાકૉન દરમ્યાન ફિલ્મનો કેટલાક ભાગ ખાસ લોકોને બતાવવામાં આવ્યો હતો. શરૂઆતની ઝલક જોયા પછી ઘણા લોકોએ ફિલ્મની ભવ્યતા અને વિઝ્યુઅલ્સની જોરદાર પ્રશંસા કરી છે.
રિપોર્ટ અનુસાર સિનેમાકૉનમાં ફિલ્મનું અંદાજે ૨૦ મિનિટનું ફુટેજ પસંદગીના લોકો માટે દર્શાવવામાં આવ્યું હતું અને એ જોઈને પ્રતિભાવ મળ્યો હતો કે ફિલ્મનાં દૃશ્યો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ દર્શકોને પ્રભાવિત કરી શકે એવી શક્તિ ધરાવે છે. આ સાથે જ એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ફિલ્મને વૈશ્વિક સ્તરે મોટી રિલીઝ મળી શકે છે જે એને ગ્લોબલ ઓળખ અપાવી શકે છે.
આ ફિલ્મનું ટીઝર લૉન્ચ થયા પછી સોશ્યલ મીડિયા પર કેટલીક વ્યક્તિઓએ ફિલ્મની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ વિશે પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ આ ફુટેજ જોનારાઓનું માનવું છે કે ફિલ્મનું ટેક્નિકલ કામ ખૂબ પ્રભાવશાળી છે.