27 November, 2026 12:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
ડિરેક્ટર નિતેશ તિવારીની ‘રામાયણ’ માત્ર ભારતમાં નહીં, વિદેશમાં પણ છવાઈ ગઈ છે. રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ને પાછળ છોડીને પહેલાં આ ફિલ્મે અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. ત્યાર બાદ નેપાલમાં પણ આ સૌથી મોટી ભારતીય ફિલ્મ બની હતી. હવે મળતી માહિતી પ્રમાણે માત્ર આ બે દેશોમાં જ નહીં, ૨૭ દેશોમાં ‘રામાયણ’ નંબર વન બની ગઈ છે.
‘રામાયણ’ના સત્તાવાર સોશ્યલ મીડિયા હૅન્ડલ દ્વારા આ મોટા રેકૉર્ડ વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે ‘રામાયણ’ એવી ફિલ્મ બની ગઈ છે જેણે ૨૭ દેશોમાં કમાણીના મામલે સૌથી મોટી ભારતીય ફિલ્મનો રેકૉર્ડ નોંધાવ્યો છે. ફિલ્મમેકરોએ આ માહિતી પોતાના ચાહકો સાથે શૅર કરતાં લખ્યું હતું કે ‘વિશ્વભરમાં ‘રામાયણ’ને મળી રહેલા પ્રેમ માટે આભારી છીએ. આ રામના યુગની શરૂઆત છે.’
|
આ દેશોમાં નંબર વન બની રામાયણ |
|
અમેરિકા |
|
કૅનેડા |
|
બ્રિટન |
|
થાઇલૅન્ડ |
|
ઇન્ડોનેશિયા |
|
નેપાલ |
|
નેધરલૅન્ડ્સ |
|
વિયેતનામ |
|
કંબોડિયા |
|
સાઉથ આફ્રિકા |
|
ટ્રિનિડાડ અને ટબૅગો |
|
કઝાખસ્તાન |
|
રોમાનિયા |
|
ફિનલૅન્ડ |
|
કેન્યા |
|
યુક્રેન |
|
સ્લોવાકિયા |
|
જમૈકા |
|
લૅટવિયા |
|
ઇઝરાયલ |
|
ક્રોએશિયા |
|
સુરિનામ |
|
એસ્ટોનિયા |
|
મોલ્ડોવા |
|
જ્યૉર્જિયા |
|
ઘાના |
|
આર્મેનિયા |