૩૭ વર્ષ બાદ બીટેકની ડિગ્રી મળી રામ ગોપાલ વર્માને

17 March, 2023 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેમણે ૧૯૮૫માં આંધ્ર પ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું.

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માને તેમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યાનાં ૩૭ વર્ષ બાદ ડિગ્રી આપવામાં આવી છે. તેમણે ‘સત્યા’, ‘કંપની’, ​‘શિવા’, ‘રંગીલા’ અને ‘સરકાર’ જેવી ઘણી ફિલ્મો બનાવી છે. તેમણે ૧૯૮૫માં આંધ્ર પ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. આ વિશે ડિગ્રીનો ફોટો શૅર કરીને રામ ગોપાલ વર્માએ કૅપ્શન આપી હતી કે ‘મેં ગ્રૅજ્યુએશન પાસ કર્યાને ૩૭ વર્ષ બાદ મારી ડિગ્રી મળતાં હું ખૂબ જ ઉત્સાહી છું. મેં ૧૯૮૫માં પાસ કર્યું હતું અને સિવિલ એન્જિનિયરિંગમાં હું પ્રૅક્ટિસ કરવા ન માગતો હોવાથી મેં ડિગ્રી નહોતી લીધી. આ માટે હું આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીનો આભાર માનું છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood ram gopal varma