રામચરણ કોરોના પૉઝિટિવ

30 December, 2020 04:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામચરણ કોરોના પૉઝિટિવ

રામચરણ કોરોના પૉઝિટિવ થયો છે અને એથી તે હોમ ક્વૉરન્ટીન છે. રામચરણને કોઈ લક્ષણ નહોતાં અને તે હાલમાં ઘરે ક્વૉરન્ટીન છે. તે બહુ જલદી સ્વસ્થ થઈને પાછો આવશે. તે હાલમાં જ ‘RRR’નું શૂટિંગ કરી રહ્યો હતો. આ મહિનાની શરૂઆતમાં તે ઉદયપુરમાં નિહારિકા કોનિડેલાનાં લગ્નમાં પણ ગયો હતો. તે પૉઝિટિવ હોવાની ખબર આપતાં તેણે ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી કે ‘છેલ્લા થોડા દિવસમાં મારા સંપર્કમાં આવનાર દરેક વ્યક્તિને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરું છું. મારી રિકવરી પણ બહુ જલદી અપડેટ આપીશ.’

entertainment news bollywood bollywood news ram charan coronavirus covid19