સરદાર ઍન્ડ ગ્રૅન્ડ સન્સનું શૂટિંગ આજથી શરૂ કરશે અર્જુન ને રકુલ

24 October, 2020 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરદાર ઍન્ડ ગ્રૅન્ડ સન્સનું શૂટિંગ આજથી શરૂ કરશે અર્જુન ને રકુલ

રકુલપ્રીત સિંહ, અર્જુન કપૂર

અર્જુન કપૂર અને રકુલપ્રીત સિંહ આજથી ‘સરદાર ઍન્ડ ગ્રૅન્ડ સન્સ’નું શૂટિંગ શરૂ કરવાના છે. આ બન્ને સપ્ટેમ્બરમાં જ ફિલ્મનું શૂટિંગ કરવાનાં હતાં, પરંતુ અર્જુનને કોરોના થતાં શૂટિંગ અટકી પડ્યું હતું. જોકે કોરોનાથી રિકવર થયા બાદ અર્જુને ઑક્ટોબરમાં તેના ભાગનું શૂટિંગ પૂરું કર્યું હતું. હવે રકુલ સાથેનું શૂટિંગ તે કરવાનો છે. રકુલ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે. તે હવે આ ફિલ્મ માટે મુંબઈ આવવાની છે. જૉન એબ્રાહમ અને અદિતિ રાવ હૈદરી આ ફિલ્મમાં અર્જુનના ગ્રૅન્ડ પેરન્ટ્સ બન્યાં છે. 1947માં ભારતને આઝાદી મળી એ વખતના સમયને દેખાડવામાં આવશે. નીના ગુપ્તા અને કંવલજીત સિંહ ફિલ્મમાં જૉન અને અદિતિના વર્તમાન વર્ઝનને દેખાડશે. 1947થી માંડીને 2020 સુધીની ત્રણ પેઢીઓની લવ સ્ટોરી લોકોને જોવા મળશે. ફિલ્મને ટી-સિરીઝ અને જૉન એબ્રાહમ પ્રોડ્યુસ કરશે.

entertainment news bollywood bollywood news upcoming movie arjun kapoor rakul preet singh john abraham aditi rao hydari