રાખી સાવંતે પોતાની જાતને ગણાવી 'આધે માઁ', પોસ્ટ કર્યો વીડિયો

24 September, 2019 06:29 PM IST  |  મુંબઈ

રાખી સાવંતે પોતાની જાતને ગણાવી 'આધે માઁ', પોસ્ટ કર્યો વીડિયો

રાખી સાવંત

બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંત પોતાના પતિને મળવા માટે ન્યૂયોર્ક પહોંચી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર રાખી સાવંતે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે હાલ તે યુકેમાં છે. કેટલાક દિવસો પહેલા પણ રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે ખૂબ જ પરેશાન છે અને રડી રહી છે. આ વીડિયોમાં તેણે કહ્યું હતું કે તે ખૂબ જ પરેશાન છે, પરંતુ નવા વીડિયોમાં રાખી સાવંત ખૂબ જ ખુશ લાગી રહી છે.

વીડિયોમાં રાખી સાવંત એક ઘરમાં દેખાઈ રહી છે અને તે પોતાની જાતને 'આધ માં' ગણાવ રહી છે. આ વીડિયોમાં રાખી સાવંત બોલે છે,'આયુષ્માન ખુરાના ભાવ... બચ્ચે હૂં આધે માં, પુત્રો અને મિત્રોં જેટલી પણ તમારી સમસ્યા છે, તે મારા ઈન્સ્ટાગ્રામ પર લખી શકો છો. હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હાલ હું મારા પતિ સાથે યુકેમાં છું.'

આ પહેલા પણ રાખી સાવંતે એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી રહી હતી અને પતિના ઈગ્નોર કરવાની વાત કરી રહી હતી.

આમ તો રાખીના લગ્ન થયા ત્યાર બાદ તે જાતભાતના નિવેદન આપી ચૂકી છે. પહેલા તેણે કહ્યું હતું કે 2020માં તેના NRI પતિ રિતેશ બાળક સાથે જ લોકોની સામે આવશે. રાખી સાવંતનું કહેવું છે કે તેમના પતિ રિતેશ ખૂબ જ સ્માર્ટ અને હેન્ડસમ છે. તેમને ડર છે કે રિતેશને કોઈને નજર ન લાગી જાય. એટલે જ તે રિતેશને બધાથી છુપાવીને રાખે છે. આ પહેલા તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે બિગ બોસ 13માં પતિ સાથે દેખાશે.

rakhi sawant entertaintment bollywood