24 June, 2026 02:14 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
રાકેશ બેદી અને ઉદયબીર સંધુ
બ્લૉકબસ્ટર ‘ધુરંધર’ ફ્રૅન્ચાઇઝીમાં જમીલ જમાલીનો રોલ કરનાર રાકેશ બેદી અને પિંડા બનનાર ઉદયબીર સંધુએ હૈદરાબાદના એક જિમમાં સાથે વર્કઆઉટ કરીને એનો મજેદાર વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે. આ વિડિયોમાં રાકેશ અને ઉદયબીર બન્ને જિમમાં વર્કઆઉટ કરતા અને પરસેવો પાડતા જોવા મળે છે.
આ વિડિયોમાં રાકેશ અને ઉદયબીર સાથે છે અને રાકેશ કહે છે, ‘હાય મિત્રો, હું એક ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદમાં છું અને હંમેશાંની જેમ જિમમાં વર્કઆઉટ કરી રહ્યો છું. તમે તો જાણો જ છો કે હું મારા સ્વાસ્થ્ય અંગે કેટલો જાગૃત છું. મારી સાથે અહીં એક વધુ ધુરંધર છે અને અમે બન્ને સાથે મળીને વર્કઆઉટ કરી રહ્યા છીએ.’
ઉદયબીરે આ પછી રાકેશ બેદીની પ્રશંસા કરતાં કહ્યું, ‘’તમે ખૂબ ફિટ લાગી રહ્યા છો. આજે તમે જેટલું વજન ઊંચક્યું છે એનાથી તો તમે અમને બધાને પાછળ છોડી દીધા છે.’ આના જવાબમાં રાકેશ બેદીએ હળવાશથી કહ્યું, ‘હું વજન ઊંચકી રહ્યો નથી પણ ફક્ત મારું વજન પાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. અહીંથી ત્યાં ફેંકી રહ્યો છું.’