સજા પૂરી કરીને બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે શરૂ કર્યું શૂટિંગ

16 November, 2019 03:53 PM IST  |  Mumbai Desk

સજા પૂરી કરીને બહાર આવ્યા બાદ રાજપાલ યાદવે શરૂ કર્યું શૂટિંગ

જેલની ત્રણ મહિનાની સજા પૂરી કરીને બહાર આવેલા કૉમેડિયન રાજપાલ યાદવ એક્ટિંગ કરવા માટે તૈયાર છે. રાજપાલ યાદવ પોતાની અપકમિંગ ફિલ્મો 'કૂલી નંબર 1', 'બોલે ચૂડિયાં', 'ટાઇમ ટુ ડાન્સ' માટે શૂટિંગ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ આપેલા ઇન્ટરવ્યૂમાં અભિનેતાએ સિનેમામાં આવેલા ફેરફારો બાબતે પણ વાત કરી હતી. રાજપાલ યાદવ પર ગયા વર્ષે 5 કરોડનું દેવું ન ચૂકવવા બાબતે જેલની સજા ફટકારવામાં આવી હતી.

ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી વધારે સમયથી જોવા મળતાં રાજપાલ યાદવે જણાવ્યું કે પહેલાની સિનેમાઓ અને અત્યરાની સિનેમાઓમાં ઘણો ફરક છે. તેમણે જણાવ્યું કે અત્યારની ફિલ્મો માટે 50 સુવિધાઓ મળી રહે છે. તેણે એ પણ કહ્યું કે સારા કોન્સેપ્ટની ફિલ્મોમાં કામ કરીને હું મને ખૂબ જ ભાગ્યશાળી માનું છું, એટલું જ નહીં તેણે કહ્યું કે કોન્સેપ્ટ સારો હોય તો બજેટ મેટર કરતું નથી. તેણે ભગવાન અને દર્શકોનો આભાર માનતા કહ્યું કે આજે પણ હું કામ કરી રહ્યો છું એ દેશ અને દર્શકોનો પ્રેમ છે.

આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ

‘ટાઈમ ટુ ડાન્સ’ વિશે તેણે જણાવ્યું કે આ ફિલ્મ વિદેશમાં શૂટ થઇ છે. ફિલ્મનું નામ ભલે ડાન્સ વિશે હોય પણ આ થ્રી ડાયમેન્શનલ સ્ટોરી છે.

rajpal yadav bollywood bollywood news