29 June, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ
નેતાજી સુભાષ ચન્દ્ર બોઝનો રોલ કર્યા બાદ રાજકુમાર રાવ હવે શહીદ ભગત સિંહના રોલમાં દેખાશે એવું જાણવા મળ્યું છે. ૨૦૧૭માં મિની સિરીઝ ‘બોઝ : ડેડ ઓર અલાઇવ’માં રાજકુમારના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને તેને અનેક ડિજિટલ અવૉર્ડ્સ પણ મળ્યા હતા. હવે છ વર્ષ બાદ તે વધુ એક મહાન હસ્તીને સાકાર કરવાનો છે. એવું જાણવા મળ્યું છે કે રાજકુમાર આ પ્રોજેક્ટ અને ક્રાન્તિકારી નેતાનો રોલ કરવા માટે ઉત્સુક છે. રાઇટર્સ આ પ્રોજેક્ટ માટે ભગત સિંહની લાઇફ પર રિસર્ચ કરી રહ્યા છે. સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટ પ્રોસેસમાં રાજકુમાર પણ સક્રિય ભાગ લઈ રહ્યો છે. ટીમની ઇચ્છા છે કે આ પ્રોજેક્ટમાં એ વસ્તુ પર પ્રકાશ પાડવામાં આવે જેનાથી લોકો અજાણ હોય. ટીમ એની સ્ટોરીને લૉન્ગ ફૉર્મેટમાં દેખાડવા માગે છે. આ પ્રોજેક્ટ શરૂઆતના સ્ટેજમાં છે અને હજી એના રાઇટિંગમાં ૬થી ૮ મહિના લાગશે. હજી સુધી રાજકુમાર તરફથી કે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.