પત્રલેખા પર ખૂબ જ ગર્વ છે રાજકુમાર રાવને

22 April, 2019 08:53 AM IST  |  મુંબઈ

પત્રલેખા પર ખૂબ જ ગર્વ છે રાજકુમાર રાવને

રાજકુમાર રાવે હાલમાં જ તેની ગર્લફ્રેન્ડ પત્રલેખાનાં ખૂબ જ વખાણ કયાર઼્ છે. તેમણે સાથે ‘સિટીલાઇટ’માં કામ કર્યું હતું. તેઓ લિવ-ઇન-રિલેશનશિપમાં રહે છે. તેઓ જ્યારે પણ વેકેશન માટે સાથે જાય ત્યારે તેમના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરતા હોય છે. જોકે હાલમાં તેમનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. બન્ને તેમની ફિલ્મી કરીઅર પર ધ્યાન આપવા માગે છે. પત્રલેખાની આગામી ફિલ્મ ‘બદનામ ગલી’નું પોસ્ટર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ક્ષ્ચ્ચ્૫ પર દસ મેએ રિલીઝ કરવામાં આવશે. આ પોસ્ટરમાં તે બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે અને દિવ્યેન્દુ શર્માના ચહેરાનાં એક્સપ્રેશન શૉકમાં હોય એવાં છે. પત્રલેખાની સાથે રાજકુમાર રાવની ‘મેન્ટલ હૈ ક્યા’નું પોસ્ટર પણ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આથી બન્નેનાં પોસ્ટર શૅર કરી રાજકુમાર રાવે ટ્વીટ કર્યું હતું કે આવું જવલ્લે જ જોવા મળે છે કે આપણા બન્નેનું પોસ્ટર એક જ દિવસે લૉન્ચ થતું હોય. પત્રલેખા, તું મારા માટે એક વન્ડર ગર્લ છે. તારા પર મને ખૂબ જ ગવર્‍ છે.

rajkummar rao bollywood