મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવ વચમાં જોડાતી આઇબ્રોના લુકમાં જોવા મળશે

15 October, 2019 06:24 PM IST  |  મુંબઈ ડેસ્ક

મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવ વચમાં જોડાતી આઇબ્રોના લુકમાં જોવા મળશે

મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ‘મેડ ઇન ચાઇના’માં આઇબ્રો વચ્ચે જોડાતી હોય એવા લુકમાં રાજકુમાર રાવ જોવા મળશે. આ ફિલ્મ એક ગુજરાતી બિઝનેસનમૅન રઘુ મેહતાની સ્ટ્રગલ પર આધારિત છે. પોતાના પાત્ર માટે તેણે ૮ કિલો વજન વધાર્યું છે. મૌની રૉય તેની વાઇફ રુક્મિણીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ડિરેક્ટર મિખિલ મુસળે અને પ્રોડ્યુસર દિનેશ વિજન છે. પોતાના પાત્રની આઇબ્રો માટે મિખિલ મુસળે પાસેથી પ્રેરણા મળી હોવાનું જણાવતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘મેં જ્યારે પહેલી વાર મિખિલને જોયો હતો ત્યારે મને તેની વચ્ચેથી જોડાતી આઇબ્રોએ આકર્ષિત કર્યો હતો. એનાથી તે અન્યો પર સ્ટ્રૉન્ગ છાપ પણ છોડે છે. હું મારા દરેક પાત્રમાં કંઈક નવું લાવવાનો પ્રયાસ કરતો હોઉં છું. આ ફિલ્મની જર્ની શરૂ કર્યા બાદ મેં મારા મનમાં એક વાત બેસાડી રાખી કે મિખિલની એ આઇબ્રોને મારા પાત્રમાં ઉમેરીશ. એ અલગ જ દેખાય છે અને મારું માનવું છે કે એ મારા કૅરૅક્ટરને એક ઇન્ટરેસ્ટિંગ ટચ આપે છે.’

rajkummar rao