રાજકુમાર રાવને કરવા છે વધુ ચૅલેન્જિંગ રોલ

07 July, 2019 11:22 AM IST  |  મુંબઈ

રાજકુમાર રાવને કરવા છે વધુ ચૅલેન્જિંગ રોલ

રાજકુમાર રાવને કરવા છે વધુ ચૅલેન્જિંગ રોલ

રાજકુમાર રાવનું કહેવું છે કે તેને ચૅલેન્જિંગ રોલ કરવા ગમે છે એનાંથી તેને સખત મહેનત કરવાની પ્રેરણાં મળે છે. કંગના રનોટ સાથેની તેની ‘જજમેન્ટલ હૈ ક્યા’ ૨૬ જુલાઈએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે કેશવનાં પાત્રમાં જોવા મળશે. પોતાનાં રોલ વિશે રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘હું એવા પાત્ર ભજવવા માગુ છું જે મને પડકાર આપે અને મને સતત મહેનત કરવા માટે પ્રેરિત કરે. મને એવા કૅરૅક્ટર્સ પસંદ છે જે તેજ અને વિચીત્ર હોય અને કેશવ પણ એમાંનું જ એક પાત્ર છે. ફિલ્મમાં મારો લુક કેશવની પર્સનાલિટી સાથે તાલમેળ ધરાવે છે. જે ખરેખર ખૂબ જ રમુજી છે.’
એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં જિમ્મી શેરગિલ અને અમાયરા દસ્તુર પણ જોવા મળશે. આ ફિલ્મની સ્ટોરી એક મર્ડરની આસપાસ ફરે છે અને રાજકુમાર અને કંગના પર હત્યાની શંકા જાય છે.

ફિલ્મ વિશે વધુ જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘હું જ્યારે કોઈ ફિલ્મને હા કહું તો હું એ વાત જાણતો હોઉં છું કે હું કંઈક અસામાન્ય અને એવી વસ્તુ કરવા જઈ રહ્યો છું જેનાં વિશે કદી સાંભળ્યું નથી અને કદી ફિલ્મોમાં જોયું પણ નથી. એ જ વસ્તુ એક કલાકાર તરીકે મારામાં ચૅલેન્જની સાથે ઉત્સાહ નિર્માણ કરે છે. થ્રિલર ફિલ્મો હંમેશાંથી મને એક્સાઇટ કરે છે. ‘જજમેન્ટલ હૈ ક્યા’નું શૂટિંગ કરવાનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો કારણ કે પહેલીવાર હું આ પ્રકારની ફિલ્મ કરી રહ્યો છું.’

rajkummar rao kangana ranaut bollywood news