04 March, 2025 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘શાદી મેં ઝરૂર આના’ પોસ્ટર
બૉલીવુડમાં ફિલ્મોને ફરીથી રિલીઝ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ૨૦૧૬માં રિલીઝ થયેલી ‘સનમ તેરી કસમ’ને રીરિલીઝમાં મળેલી જબરદસ્ત સફળતા પછી હવે ૨૦૧૭માં રિલીઝ થયેલી ‘શાદી મેં ઝરૂર આના’ને ફરી રિલીઝ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
રાજકુમાર રાવ અને ક્રિતી ખરબંદાની આ ફિલ્મ ૭ માર્ચે રીરિલીઝ થશે. રાજકુમાર રાવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ રીરિલીઝ પર ખુશી વ્યક્ત કરી છે. મૂળ રિલીઝ સમયે આ ફિલ્મ ફ્લૉપ સાબિત થઈ હતી.
આ ફિલ્મનું બજેટ ૧૩ કરોડ રૂપિયા હતું અને એણે ૧૧.૧૪ કરોડ રૂપિયાની કુલ કમાણી કરી હતી. હવે રીરિલીઝ પછી ફિલ્મની કમાણીમાં વધારો થવાની આશા છે. પહેલાં ૭ માર્ચે જૉન એબ્રાહમની ‘ધ ડિપ્લોમૅટ’ રિલીઝ થવાની હતી, પરંતુ એને એક અઠવાડિયું આગળ ધકેલી દેવામાં આવી છે અને હવે એ ૧૪ માર્ચે રિલીઝ થશે. આમ ૭ માર્ચે કોઈ મોટી રિલીઝ નથી જેનો ફાયદો ‘શાદી મેં ઝરૂર આના’ની રીરિલીઝને મળે એવી શક્યતા છે.