58ની વયે એક્ટર ફિલ્મ મેકર રાજીવ કપૂરનું નિધન

09 February, 2021 03:17 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

58ની વયે એક્ટર ફિલ્મ મેકર રાજીવ કપૂરનું નિધન

તસવીર સૌજન્ય મિડ-ડે

અભિનેતા અને ફિલ્મમેકર રાજીવ કપૂરનું 58ની વયે નિધન થઈ ગયું છે. નીતુ કપૂરે રાજીવ કપૂરની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. 

સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા. રણધીર કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની બૉડી મળે તેની રાહ જોઉં છું.' રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે તેઓ ચિંપુ કપૂરના નામે પણ જાણીતા હતા. રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી 'રામ તેરી ગંગા મેલી' હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.વર્ષ 2001માં 39 વર્ષની ઉંમરે તેમણે આર્કિટેક્ટ આરતી સભરવાલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઇ ગયાં હતાં.

રાજીવ કપૂરે જે ફિલ્મો કરી તેમાં સૌથી વધુ સફળ ફિલ્મોમાં મંદાકીની સાથેની રામ તેરી ગંગા મૈલી ફિલ્મને યાદ કરવી રહી. 

rajiv kapoor bollywood bollywood news bollywood ssips entertainment news