સ્ટાર રજનીકાંતની કૉલેજમાં એન્ટ્રી થતાં સંભળાયું 'લુંગી ડાન્સ' અને પછી..

02 August, 2019 05:18 PM IST  |  મુંબઈ ડેસ્ક

સ્ટાર રજનીકાંતની કૉલેજમાં એન્ટ્રી થતાં સંભળાયું 'લુંગી ડાન્સ' અને પછી..

રજનીકાંત (તસવીર સૌજન્ય રજનીકાંત ઇન્સ્ટાગ્રામ વીડિયો)

સુપર સ્ટાર રજનીકાંતે પોતાની જબરજસ્ત એક્ટિંગ અને વ્યક્તિત્વથી લોકોના મનમાં ખાસ જગ્યા બનાવી છે. તેની પર્સનાલિટી અને વ્યવહારને લઈને લોકો રજનીકાંતનું સન્માન પણ કરે છે. તેનું ઉદાહરણ મુંબઇની એક કૉલેજમાં જોવા મળ્યું. તાજેતરમાં જ સાઉથના દિગ્ગજ રજનીકાંત મુંબઇની એક કૉલેજમાં પહોંચ્યા જ્યાં લોકોએ તેમનું ધમાકેદાર સ્વાગત કર્યું, તેની સાથે જ રજનીકાંતના કૉલેજ પહોંચ્યા બાદ લોકોની ખુશી પણ જોવા જેવી હતી. સુપરસ્ટારના સ્વાગતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

સુપર સ્ટાર રજનીકાંતે જેવો કૉલેજમાં પગ મૂક્યો, ત્યાં હાજર લોકોએ 'ચેન્નઈ એક્સપ્રેસ'ના 'લુંગી ડાન્સ' સૉન્ગથી તેમનું સ્વાગત કર્યું. એટલું જ નહીં, તેમના ત્યાં પહોંચવા પર હાજર લોકોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો. વીડિયોમાં જોવા મળે છે કે રજનીકાંતની એન્ટ્રી થતાં જ બધાં તેમની તસવીરો લેવા અને તેમને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. આ વીડિયોને જોઇને કહી શકાય છે કે આ ખાસ અવસર કૉલેજના લોકોની સાથે સાથે રજનીકાંત માટે પણ ખૂબ જ યાદગાર રહેશે.

જણાવીએ કે રજનીકાંત ટૂંક સમયમાં જ દરબારમાં જોવા મળશે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થઈ ગયો છે, જેમાં રજનીકાંતનો અંદાજ ધમાકેદાર લાગે છે. દરબારને પહેલા થલાઈવર 167 એવું ટાઇટલ આપવામાં આવ્યું હતું. સુપર સ્ટારની આ ફિલ્મ દરબાર પોંગલના અવસરે જાન્યુઆરી 2020માં રિલીઝ થશે. જો કે રજનીકાંત આ પહેલા પેટ્ટા અને 2.0 જેવી ફિલ્મો લઈને આવી ચૂક્યા છે અને તેની આ ફિલ્મો દર્શકોને પણ ખૂબ જ પસંદ આવી હતી.

આ પણ વાંચો : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

ઉલ્લેખનીય છે રજની કાંત સાથે કામ કરવાની તક મેળવવા બોલીવુડના સિતારાઓ પણ ઉત્સાહિત હોય છે જેમાં અક્ષય કુમારનું નામ પણ છે જેનું ઉદાહરણ છે જ્યારે 2.0માં રજનીકાન્ત-સ્ટારર ‘રોબોટ’ની સીક્વલ ‘૨.૦’ માટે તેને ઑફર મળતાં અક્ષયકુમારે પહેલાં એના પર ધ્યાન આપવાનું નક્કી કર્યું અને તેણે ચૅનલ સાથે મીટિંગ કરવાની પણ ના પાડી દીધી. ટીવી-શોના સમય દરમ્યાન અક્ષયકુમાર તેની હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍરલિફ્ટ’નું પ્રમોશન કરવાનો હતો. એ કારણ અક્ષયને ખૂંચી રહ્યું હતું તો એ પણ એટલું જ સાચું છે કે શૂટિંગના સમય દરમ્યાન અક્ષયકુમારે તેની ‘૨.૦’ની ઍક્શન-સીક્વન્સનું ડિઝાઇનવર્ક પણ સમજવાનું હતું.

rajinikanth bollywood bollywood events bollywood news bollywood gossips