૪૫૦ કરોડની ‘RRR’ રિલીઝ થશે દશેરા પર

26 January, 2021 04:07 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

૪૫૦ કરોડની ‘RRR’ રિલીઝ થશે દશેરા પર

એસ. એસ. રાજામૌલીની મલ્ટિસ્ટાર ફિલ્મ ‘RRR’ને આ વર્ષે દશેરા પર એટલે કે 13 ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં રામચરણ, જુનિયર એન.ટી.આર., આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ જોવા મળશે. આ એક મલ્ટિસ્ટાર ફિલ્મ છે જેને વિવિધ ભાષામાં બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું બજેટ 450 કરોડ રૂપિયા છે. આ વિશે જુનિયર એન.ટી.આરે જાહેરાત કરીને કૅપ્શન આપી હતી કે ‘અગ્નિ અને પાણી મળીને એવી તાકાત દેખાડશે કે તમે એને પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. ઇન્ડિયન સિનેમાના એક અદ્ભુત અવતારનો અનુભવ મેળવવા માટે 2021ની 13 ઑક્ટોબરે તૈયાર રહેજો.’

entertainment news bollywood bollywood news upcoming movie