DDLJના રાજ અને સિમરન બન્યા રાજકુમાર રાવ-પત્રલેખા

07 June, 2019 03:53 PM IST  |  મુંબઈ

DDLJના રાજ અને સિમરન બન્યા રાજકુમાર રાવ-પત્રલેખા

રાજકુમાર રાવ-પત્રલેખા

બૉલીવુડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન અને કાજોલની જોડી ઑનસ્ક્રીન ઘણી સુપરહિટ રહી છે. સાથે જ DDLJમાં એમના પાત્ર રાજ અને સિમરન વર્ષો બાદ આજે પણ લોકોમાં યાદગાર બની ગયા છે. ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' બૉલીવુડની ઑલ ટાઈમ મનપસંદ મૂવી રહી છે, જે તમે કેટલીવાર પણ જુઓ તો કંટાળશો નહીં. આ રોમાન્ટિક ફિલ્મ માટે સામાન્ય વ્યક્તિ દીવાની તો છે જ, પરંતુ બોલીવુડના આ સેલેબ્સની વચ્ચે રાજ-સિમરન જેવો પ્રેમ ઉભરાઈ રહ્યો છે.

 આ જ કારણથી બૉલીવુડની રીયલ લાઈફ જોડી રાજકુમાર રાવ અને ગર્લફ્રેન્ડ પત્રલેખાએ આ ફિલ્મનો સૌથી ફૅમસ સીન 'જા સિમરન જા' રીક્રિએટ કર્યો છે. હકીકતમાં રાજકુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો છે, જેમા તેઓ પત્રલેખાની સાથે નજર આવી રહ્યા છે. Gucciના વાઈટ શર્ટમાં પત્રલેખા કાજોલનો ડાયલોગ બોલે છે અને રાજકુમાર શાહરૂખ ખાન અને અમરીશ પૂરી બન્નેનો રોલ ભજવી રહ્યા છે. જોકે અમરીશ પૂરીવાળા રોલમાં ફક્ત એમનો હાથ નજર આવી રહ્યો છે. પરંતુ કેપ્શન લખ્યું છે કે બન્ને પાત્ર એમણે જ ભજવ્યા છે.

આ પણ વાંચો : 'કબીર સિંહ'માં પરફેક્ટ રોલ માટે શાહિદ કપૂરે કર્યુ આ ખાસ કામ

જણાવી દઈએ કે રાજકુમાર અને પત્રલેખા છેલ્લા 8 વર્ષોથી સાથે છે. આ બન્ને 2014માં આવેલી ફિલ્મ સિટીલાઈટ્સમાં સાથે નજર આવ્યા હતા. એ સિવાય ફિલ્મની વાત કરીએ તો રાજકુમારની ફિલ્મ 'મેંટલ હૈ ક્યા' 26 જૂલાઈ 2019ના રોજ રિલીધ થવાની છે. ક્વીન બાદ ફરી એક વાર આ ફિલ્મમાં એમની જોડી કંગના રનૌટ સાથે જોવા મળશે. થોડા દિવસ પહેલા રાજકુમારે પોતાની ફિલ્મ 'મેડ ઈન ચાઈના'ની શૂટિંગ પૂરી કરી છે. આ ફિલ્મમાં એમની સાથે મૌની રૉય નજર આવશે. બાદ ધડક એક્ટ્રેસ જાન્હવી કપૂરની સાથે ફિલ્મ રૂહ અફઝામાં જોવા મળશે.

rajkummar rao patralekha bollywood news