જેહની બર્થ-ડે પાર્ટીમાં રાહાએ પહેરેલું વાઇટ ફ્રૉક દોઢ લાખ રૂપિયા કરતાં વધારે કિંમતનું

20 February, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીનાએ પિતાના જન્મદિવસે દીકરાની વર્ષગાંઠનું ઍડ્વાન્સ સેલિબ્રેશન કરી લીધું

રાહા કપૂર

કરીના કપૂરના પિતા રણધીર કપૂરનો બર્થ-ડે ૧૫ ફેબ્રુઆરીએ અને તેના નાના દીકરા જેહનો બર્થ-ડે ૨૧ ફેબ્રુઆરીએ આવે છે. શનિવારે આ બન્ને બર્થ-ડેના સેલિબ્રેશન માટે કરીનાએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટી હાજર  હતી, પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું ક્યુટ રાહાએ. આ પાર્ટીમાં રાહા દાદી નીતુ કપૂર સાથે આવી હતી.

આ પાર્ટીમાં વાઇટ ફ્રૉકમાં રાહા નાનકડી પરી જેવી લાગતી હતી. રાહાએ Dolce and Gabbanaનો ડ્રેસ પહેર્યો હતો જેની શૉર્ટ સ્લીવ્સ હતી. આ ડ્રેસ નેટનો બનેલો હતો. આ ડ્રેસની કિંમત ૧.૫૯ લાખ રૂપિયા છે. આ ડ્રેસ સાથે રાહાએ આ જ બ્રૅન્ડનાં સિલ્વર સ્નીકર્સ પહેર્યાં હતાં જેની કિંમત ૩૪,૦૦૦ રૂપિયા છે.

જેહની બર્થ-ડે પાર્ટીમાં કરીના કપૂરની નણંદ અને અભિનેત્રી સોહા અલી ખાન પણ પોતાની દીકરી ઇનાયા અને મોટી બહેન સબા સાથે હાજર રહી હતી. ઍક્ટ્રેસ નેહા ધુપિયા પણ પોતાનાં બાળકો અને પતિ અંગદ બેદી સાથે જેહની બર્થ-ડે પાર્ટીમાં પહોંચી હતી. આ પાર્ટીમાં મુકેશ અંબાણીની પુત્રવધૂ શ્લોકા મહેતા પણ પોતાનાં બાળકો સાથે આવી હતી.

kareena kapoor randhir kapoor Raha Kapoor neetu kapoor happy birthday bollywood bollywood news entertainment news