મને ખબર છે તેં કેટલી મહેનત કરી છે

22 September, 2026 01:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શક માટે પત્ની પરિણીતિ ચોપડાના પ્રયાસોની રાઘવ ચઢ્ઢાએ કરી દિલ ખોલીને પ્રશંસા

શક વેબ સિરીઝ

પરિણીતિ ચોપડા હવે પહેલી વખત વેબ-સિરીઝની દુનિયામાં ડેબ્યુ કરવા જઈ રહી છે. તેની ડેબ્યુ સિરીઝ ‘શક: ટ્રસ્ટ નો વન’ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. થોડા દિવસ પહેલાં જ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે સિરીઝની રિલીઝ પહેલાં પરિણીતિના પતિ રાઘવ ચઢ્ઢાએ તેની મહેનત અને અભિનયની દિલ ખોલીને પ્રશંસા કરી છે. રાઘવે સોશ્યલ મીડિયા પર પરિણીતિને તેની ડેબ્યુ વેબ-સિરીઝ માટે શુભેચ્છા પાઠવી છે. તેણે સિરીઝનું ટ્રેલર સોશ્યલ મીડિયા પર શૅર કરતાં લખ્યું હતું કે ‘પરિણીતિ, મને તારા પર ખૂબ ગર્વ છે. મને ખબર છે કે તેં ‘શક’ માટે કેટલી મહેનત કરી છે. શિમલામાં શૂટિંગ દરમ્યાન થોડો સમય સાથે પસાર કરવાનો મોકો મળ્યો ત્યારે મને આ પ્રોજેક્ટ પાછળની ટીમની ઉષ્મા અને પ્રતિભા પણ નજીકથી જોવા મળી. ખરેખર અસાધારણ પ્રતિભાશાળી લોકોની આ ટીમ છે અને સ્પષ્ટપણે એવું લાગે છે કે તેમની સાથે કામ કરવામાં તને ખૂબ મજા આવી હતી. તને અને સમગ્ર ‘શક’ની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મને લાગે છે કે આ ફિલ્મ લોકોને અંત સુધી વિચારતા રાખશે. ૨૪ સપ્ટેમ્બરે સૌ કોઈ આ ફિલ્મ જોશે એની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.’

parineeti chopra raghav chadha social media instagram entertainment news web series