અ કૉલ ટુ સ્પાય ભારતમાં ઑનલાઇન રિલીઝ થશે

03 December, 2020 03:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અ કૉલ ટુ સ્પાય ભારતમાં ઑનલાઇન રિલીઝ થશે

રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેની ‘અ કૉલ ટુ સ્પાય’ ભારતમાં ઑનલાઇન રિલીઝ થવાની છે. આ ફિલ્મ વર્લ્ડ વૉર 2ના ત્રણ જાસૂસ પર આધારિત છે. રાધિકા આ ફિલ્મમાં બ્રિટિશ જાસૂસ નૂર ઇનાયત ખાનનો રોલ ભજવી રહી છે જેને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સ્પેશ્યલ ઑપરેશન્સ એક્ઝિક્યુટિવની જવાબદારી આપવામાં આવી હતી. આ ઇન્ટરનૅશનલ ફિલ્મને અમેરિકા અને લંડનમાં ખૂબ સફળતા મળી છે. ૧૧ ડિસેમ્બરે ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આ ફિલ્મ રિલીઝ થશે. ફિલ્મ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં અગત્ની ભૂમિકા ભજવવાને લઈને અને વિશ્વના અન્ય કલાકારો સાથે કામ કરીને હું ખૂબ ખુશ છું. ફિલ્મની રિલીઝને લઈને પણ અતિશય એક્સાઇટેડ છું. ફિલ્મનું તો વિશ્વમાં અનેક ઠેકાણે પ્રીમિયર કરવામાં આવ્યું છે. હવે મને એ ક્ષણની રાહ છે જ્યારે ભારતના દર્શકોને આ થ્રિલિંગ જાસૂસી ડ્રામા જોવા મળશે. મને આશા છે કે તેઓ પણ વિશ્વની જેમ આ ફિલ્મને પ્રેમ અને પ્રશંસા આપશે.’

entertainment news bollywood bollywood news upcoming movie radhika apte