હું ફેમસ થવા માટે ઇન્ડસ્ટ્રીમાં નથી આવી: રાધિકા આપ્ટે

08 August, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ફેમસ થવા માટે ઇન્ડસ્ટ્રીમાં નથી આવી: રાધિકા આપ્ટે

રાધિકા આપ્ટેનું કહેવું છે કે તે ઇન્ડસ્ટ્રીમાં ફેમસ થવા માટે નથી આવી. તેણે 2005માં આવેલી ‘વાહ! લાઇફ હો તો ઐસી’માં નાનકડી ભૂમિકા ભજવીને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘શોર ઇન ધ સિટી’, ‘કબાલી’, ‘ફોબિયા’, ‘બદલાપુર’, ‘માંઝી : ધ માઉન્ટન મૅન’ અને ‘પૅડમૅન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સાથે જ અનેક વેબ-સિરીઝમાં પણ તે જોવા મળી છે. પોતાના વિશે જણાવતાં રાધિકાએ કહ્યું હતું કે ‘હું અહીં પ્રસિદ્ધિ મેળવવા માટે નથી આવી. હા, મારી કોઈ પ્રશંસા કરે તો મને એ ગમે છે. જોકે હું સફળતા અને નિષ્ફળતાને ગંભીરતાથી નથી લેતી, કારણ કે એ ક્ષણિક હોય છે. તમે એને સિરિયસલી ન લઈ શકો. જોકે એના તરફ દુર્લક્ષ પણ ન કરી શકો. તમારી જર્નીમાં એ ખૂબ અગત્યની હોય છે. તમને પ્રશંસાની જરૂર હોય છે. અનેક વખત તમે તમારી પીઠ પર શાબાશી આપો છો. તમને પ્રશંસા પસંદ પડે છે. તમારી નિષ્ફળતામાંથી તમારે ઘણુંબધું શીખવાનું હોય છે. એનાથી નિરાશ ન થવું જોઈએ. એથી હું બૅલૅન્સ જાળવી રાખું છું.’

અનેક વર્ષો ઇન્ડસ્ટ્રીમાં પસાર કર્યા બાદ વ્યક્તિનો વિકાસ થાય છે. એ વિશે રાધિકાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે તમે તમારા કામ દ્વારા સતત વિકસિત થાઓ છો. તમે ઘણુંબધું શીખો છો, તમારી સ્કિલ્સને નિખારો છો અને શું ન કરવું જોઈએ એની પણ તમને સમજ આવે છે. એથી આ એક સતત પ્રોસેસ છે. એનો અર્થ એ નથી કે તમે મિસ્ટેક્સ નથી કરતા, પરંતુ તમે નવી-નવી ભૂલો તો કરો જ છો. મારા કામને સતત ચૅલેન્જ આપવી મને ગમે છે. મારા કામને લઈને હું સંતુષ્ટ નથી થતી અને કોઈ આરામદાયક વસ્તુમાં બંધાઈ રહેવા નથી માગતી.’

entertainment news bollywood bollywood news bollywood gossips radhika apte