20 June, 2026 03:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલી ફઝલ અને સોનાલી બેન્દ્રેની રાખ રિલીઝના પહેલા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે નંબર 1
અલી ફઝલ, સોનાલી બેન્દ્રે, આમિર બશીર, રાકેશ બેદી અને દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય જેવાં કલાકારોને ચમકાવતી વેબ-સિરીઝ ‘રાખ’ રિલીઝ થતાં જ ચર્ચામાં આવી ગઈ છે. ‘રાખ’ કુલ ૮ એપિસોડ ધરાવતી એક શક્તિશાળી ઇન્વેસ્ટિગેટિવ થ્રિલર સિરીઝ છે. પ્રાઇમ વિડિયોની નવી ઓરિજિનલ સિરીઝ ‘રાખ’ રિલીઝના પ્રથમ જ અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે નંબર વન બની ગઈ છે. આ સાથે જ એ સૌથી વધુ જોવાયેલી નૉન-ઇંગ્લિશ સિરીઝ તરીકે પણ ચર્ચામાં છે.
‘રાખ’ની વાર્તા ૧૯૭૮માં દિલ્હીમાં બનેલી બે બાળકોના અપહરણ અને હત્યાની ભયાનક ઘટનાથી પ્રેરિત છે. એની વાર્તા બે બાળકોના અપહરણ બાદ સર્જાયેલા હાહાકાર અને તેમના દુઃખદ મૃત્યુની આસપાસ ફરે છે. બાળકોના ગાયબ થતાં જ પરિવાર સંપૂર્ણપણે તૂટી પડે છે અને સમગ્ર શહેરમાં ભય અને ચિંતા ફેલાઈ જાય છે. આ સિરીઝમાં ચર્ચિત રંગા-બિલ્લા કેસને આધાર બનાવવામાં આવ્યો છે. આ કેસે એ સમયે દેશની રાજકીય વ્યવસ્થાને હચમચાવી નાખી હતી અને પોલીસતંત્રની વિશ્વસનીયતા પર પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા હતા.