PVRનું ફિલ્મ મેકર્સને નિવેદન, 'થિયેટરોના ખુલવાની રાહ જુઓ'

16 May, 2020 08:06 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

PVRનું ફિલ્મ મેકર્સને નિવેદન, 'થિયેટરોના ખુલવાની રાહ જુઓ'

અમિતાભ બચ્ચનનો ગુલાબો સિતાબો લૂક

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો અને વિદ્યા બાલનની શકુંતલા દેવીના ઑનલાઇન પ્લેટફૉર્મ પર રિલીઝની જાહેરાત બાદ તમામ થિયેટર માલિક પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બોલીવુડની ફિલ્મોને શરૂઆતથી જ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું ચલણ છે. પણ કોરોના વાયરસને કાપણે બધાં થિયેટર બંધ છે અને દેશભરમાં લૉકડાઉન જાહેર છે. એવામાં ફિલ્મ મેકર્સ પોતોની ફિલ્મોને નુકસાનથી બચાવવા માટે ઑનલાઇન પ્લેટફૉર્મ્સ તરફ વળી રહ્યા છે.

તાજેતરમાં જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ગુલાબો સિતાબો અને વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીના એમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થવાની જાહેરાત કરવામાં આવી. હવે પીવીઆર સિનેમાઝે ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પર ફિલ્મોની રિલીઝને ધ્યાનમાં રાખતાં એક નિવેદન આપ્યું છે. આ નિવેદન દ્વારા તેમણે મેકર્સને કહ્યું છે કે તે પોતાની ફિલ્મોની રિલીઝને થિયેટર ખુલવા સુધી થોભાવી રાખે.

તેમણે લખ્યું, 'PVR'માં અમે માનીએ છીએ કે દર્શકોને એક ફિલ્મકારની મહેનત બતાવવાનો સૌથી સારો રસ્તો છે કે તેમને ફિલ્મ થિયેટરમાં બતાવવામાં આવે. આવું અનેક દાયકાઓથી ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં થઈ રહ્યું છે. કોવિડ-19ને કારણે સિનેમાઘરો પર તાળાં લાગ્યા છે. પણ અમને વિશ્વાસ છે કે જ્યારે બધું બરાબર થઈ જશે તો સિનેમાના ચાહકોને થિયેટરમાં જઈને ફિલ્મો જોવાનું મન થશે.

આ કહેવાની જરૂર નથી કે અમે પ્રૉડ્યૂસર્સના પોતાની ફિલ્મોને સીધા ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પર રિલીઝ કરવાની વાત ગમી નથી. અમે આશા રાખીએ છીએ કે પ્રૉડ્યુસર્સ પોતાની ફિલ્મોને સિનેમાઘરો શરૂ થાય ત્યાં સુધી રોકી રાખવાની રિક્વેસ્ટ પર વિચાર કરશે.

INOXએ કરી નિંદા
જણાવીએ કે આ પહેલા INOX મલ્ટીપ્લેક્સે ફણ ફિલ્મોના સીધા ઑનલાઇન પ્લેટફૉર્મ્સ પર રિલીઝ કરવાની વાતની નિંદા કરૂ હતી. તેમણે જ ફિલ્મમેકર્સને અનુરોધ કર્યો હતો કે તે સિનેમાઘરો શરૂ થવા સુધી ફિલ્મોની રિલીઝને અટકાવી રાખે.

bollywood pvr cinemas ayushmann khurrana amitabh bachchan