ટાઇગરે ગીત ગાવાનું કહ્યું ત્યારે મને આશ્ચર્ય નહોતું થયું: પુનિત મલ્હોત્

23 September, 2020 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટાઇગરે ગીત ગાવાનું કહ્યું ત્યારે મને આશ્ચર્ય નહોતું થયું: પુનિત મલ્હોત્

ટાઇગર શ્રોફ, પુનિત મલ્હોત્રા

પુનિત મલ્હોત્રાનું કહેવું છે કે ટાઇગર શ્રોફે જ્યારે ગીત ગાવાનું નક્કી કર્યું ત્યારે તેને કોઈ આશ્ચર્ય નહોતું થયું. તેમણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં સાથે કામ કર્યું હતું અને હવે આ ગીત ‘અનબિલીવેબલ’માં સાથે કામ કર્યું છે. આ ગીતને પણ પુનિત મલ્હોત્રાએ ડિરેક્ટ કર્યું છે. ટાઇગર સાથે કામ કરવા વિશે પુનિતે કહ્યું હતું કે ‘ટાઇગરે જ્યારે મને કહ્યું હતું કે તેણે આ ગીત ગાયું છે ત્યારે મને જરા પણ આશ્ચર્ય નહોતું થયું. તેનો અવાજ ખૂબ જ સારો છે. હું મારી જાતને ગાળો આપી રહ્યો હતો કે મારે તેની સિન્ગિંગ ક્વૉલિટીને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ દ્વારા લોકો સમક્ષ લાવવી જોઈતી હતી. શરૂઆતમાં ફરી કામ શરૂ કરવાના ડરથી અમને ડર લાગી રહ્યો હતો. જોકે જ્યારે અમે શરૂ કર્યું ત્યારે અમારા માટે રીયુનિયન જેવું હતું. ડિરેક્ટર હોવાથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સેફ્ટીને લઈને હું ડબલ ચેક કરી રહ્યો હતો. જોકે ટાઇગર મારા માટે સપોર્ટ હતો. તે હંમેશાં મને કહેતો હતો કે પુનિત આપણે આ કામ કરી લઈશું.’

આ ગીતને એક હોટેલમાં 40 વ્યક્તિની હાજરીમાં શૂટ કરવામાં આવ્યું હતું. આ વિશે પુનિતે કહ્યું હતું કે ‘હોટેલ બધી બંધ હોવાથી અમારા માટે સૌથી સારી સૅનિટાઇઝ્ડ જગ્યા એનાથી સારી શું હોઈ શકે? અમે એવી થીમ પસંદ કરી હતી જેમાં વધુ મોટી ટીમની જરૂર ન પડે. એ સમયે અમે નક્કી કર્યું હતું કે ગીત સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. અમે બે હોટેલ સ્ટાફ વચ્ચેના રોમૅન્સને રજૂ કર્યો છે.’

entertainment news bollywood bollywood news upcoming movie tiger shroff punit malhotra