લક્ષ્મી બૉમ્બ બમ્પર હિટ નહીં થાય તો બંગડી પહેરશે પુલકિત સમ્રાટ

11 October, 2020 06:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લક્ષ્મી બૉમ્બ બમ્પર હિટ નહીં થાય તો બંગડી પહેરશે પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટે જાહેર કર્યું છે કે જો ‘લક્ષ્મી બૉમ્બ’ બમ્પર હિટ નહીં બને તો હું બંગડી પહેરી લઈશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર લીડ રોલમાં છે. એનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર લોકોને પણ ખૂબ પસંદ પડ્યું છે. ફિલ્મને જોવા માટે લોકો આતુર છે. આ ટ્રેલરમાં અક્ષયકુમાર એમ કહેતો જોવા મળી રહ્યો છે કે ‘જો ક્યારેક ભૂત સાથે તેનો સામનો થશે તો તે બંગડી પહેરી લેશે.’ તેના આ જ ડાયલૉગથી પ્રેરિત થઈને ટ્વિટર પર પુલકિતે ટ્વીટ કર્યું હતું કે ‘જો આ ફિલ્મ બમ્પર હિટ ન થઈ તો હું બંગડી પહેરી લઈશ. ખૂબ જ મનોરંજક છે.’

તેના આ ટ્વીટ પર રિપ્લાઈ આપતાં અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે ‘થૅન્ક યુ. આપકે મુંહ મેં ઘી-શક્કર.’

entertainment news bollywood bollywood news upcoming movie pulkit samrat laxmmi bomb