પોતાની જાતને પ્રેમ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરતો પુલકિત

26 January, 2021 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની જાતને પ્રેમ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરતો પુલકિત

પુલકિત સમ્રાટ

પુલકિત સમ્રાટે હાલમાં જ એક સેલ્ફી શૅર કર્યો છે જેના દ્વારા તે લોકોને પોતાની જાતને પ્રેમ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. આ સેલ્ફીમાં તે બ્લુ જૅકેટમાં કૅમેરામાં જોતો દેખાઈ રહ્યો છે. આ ફોટો શૅર કરીને પુલકિતે કૅપ્શન આપી હતી કે ‘આંખોમાં દરેક વસ્તુને જોઈ શકાય છે, પરંતુ આંખ દ્વારા બધું નથી જોઈ શકાતું. તમારા દિલથી કમ્યુનિકેટ કરો અને તમારી ચુપ્પીમાં પણ તમારું સત્ય લોકોને સંભળાશે. સવારના કાર્ડિયો કરવાનો સમય ફક્ત મારો હોય છે. કોઈ ફોન નહીં, કોઈ ડોરબેલ નહીં અને કોઈ મને ડિસ્ટર્બ નથી કરતું. વિચિત્ર વિચારો આવે છે અને મેં એને મહેસૂસ પણ કર્યા છે. હું એ વિચારોને પ્રાધાન્ય નથી આપતો અને એ જ મને લોકોથી અલગ પાડે છે. એને મહેસૂસ કરો, પરંતુ એને પ્રાધાન્ય ન આપો. દિમાગ કા કચરા સુભા સુભા હી બાહર હગ દેને કા. દિલ ચલતા હૈ ઔર દિમાગ થમતા હૈ. તબ હી તો અપુન કો યે દિન જમતા હૈ. પોતાને પ્રેમ કરો.’

entertainment news bollywood bollywood news pulkit samrat