પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદા જોવા મળશે સલમાનની ફિલ્મમાં

05 May, 2020 06:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદા જોવા મળશે સલમાનની ફિલ્મમાં

સલમાન ખાનની ફિલ્મ ‘બુલબુલ મૅરેજ હૉલ’માં પુલકિત સમ્રાટ અને ક્રિતી ખરબંદા જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં થવાનું હતું. જોકે હાલમાં લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શક્યું નથી. આ ફિલ્મમાં ભારતીય પરંપરાને દેખાડવામાં આવશે અને એમાં પણ ખાસ કરીને લખનઉની. ફિલ્મમાં સુનીલ ગ્રોવર અને ડેઇઝી શાહ પણ અગત્યના રોલમાં જોવા મળશે. સુનીલ ગ્રોવર અને પુલકિત બન્ને ભાઈની ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મને સલમાન પ્રોડ્યુસ અને રોહિત નૈયર ડિરેક્ટ કરશે. પુલકિત અને ક્રિતીએ ‘પાગલપંતી’માં સાથે કામ કર્યું હતું. તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને એ ફિલ્મ દ્વારા તેઓ એકમેકના પ્રેમમાં પણ પડ્યાં હતાં. હાલમાં તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તેમની ઑફસ્ક્રીન કેમિસ્ટ્રી ફરી પડદા પર જોવા મળશે.

entertainment news bollywood bollywood news bollywood gossips pulkit samrat kriti kharbanda Salman Khan