નવા વર્ષે ડરાવવા આવી રહી છે ઘોસ્ટ સ્ટોરીઝ

29 November, 2019 11:01 AM IST  |  Mumbai

નવા વર્ષે ડરાવવા આવી રહી છે ઘોસ્ટ સ્ટોરીઝ

જાહન્વી કપૂર

ઘોસ્ટ સ્ટોરીઝ ૨૦૨૦ની પહેલી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે. ‘લસ્ટ સ્ટોરીઝ’ની જેમ ‘ઘોસ્ટ સ્ટોરીઝ’માં ચાર અલગ-અલગ સ્ટોરીઝનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર સ્ટોરીને અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર, કરણ જોહર અને દિબાકર બેનરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં જાહન્વી કપૂર, અવિનાશ તિવારી, ગુલશન દેવૈયા, કુશ કપિલા, મૃણાલ ઠાકુર, શોભિતા ધુલિપલા, સુરેખા સિક્રી, સુકાંત ગોયલ અને વિજય વર્મા અગત્યનાં રોલમાં જોવા મળશે. સાયોકોલોજિકલ ડ્રામાની રિલીઝ વિશે એક વિડિયો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ વિડિયોમાં અનુરાગ કશ્યપ, દિબાકર બૅનરજી, ઝોયા અખ્તર અને કરણ જોહર જોવા મળી રહ્યા છે. આ વિડિયો ક્લીપને અનુરાગે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો.

jhanvi kapoor karan johar anurag kashyap