ફિલ્મમેકર્સના પક્ષમાં પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઑફ ઇન્ડિયા

16 May, 2020 08:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમેકર્સના પક્ષમાં પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઑફ ઇન્ડિયા

આજે લૉકડાઉનને કારણે અનેક ફિલ્મમેકર્સ તેમની ફિલ્મોને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે, એવામાં મલ્ટિપ્લેક્સ ચેઇન્સે ફિલ્મમેકર્સના આ ફેંસલા પર નારાજગી વ્યક્ત કરી છે એથી મેકર્સનો પક્ષ લેતાં પ્રોડ્યુસર્સ ગીલ્ડ ઑફ ઇન્ડિયાએ કહ્યું કે ‘દેશમાં લૉકડાઉનને કારણે તમામ થિયેટર્સ બંધ છે. હાલની સ્થિતિ એવી છે કે સૌને પરસ્પર સહાનુભૂતિ દેખાડતાં મદદની જરૂર છે. પ્રોડ્યુસર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, એક્ઝિબ્યુટર્સ, ટેક્નિશ્યન્સથી માંડીને રોજનું કમાઈને ખાતા વર્કર્સ પણ આ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે. આ સમય સૌએ એકસાથે મળીને કામ કરવાનો અને એકબીજાને સપોર્ટ કરવાનો છે. એક્ઝિબિશન સેક્ટર વતી મળેલા કઠોર મેસેજિસને કારણે નાખુશી થઈ છે. વાત જ્યારે નાણાકીય નુકસાનની આવે છે તો પ્રોડ્યુસર્સની હાલત પણ એક્ઝિબિટર્સ જેવી જ છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips