09 July, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન ફિલ્મમેકિંગની પ્રોસેસથી પ્રભાવિત થયા છે. તેમણે ફિલ્મ સાથે જોડાયેલા તમામ લોકોની પ્રશંસા કરી છે. હાલમાં ફિલ્મ ‘કલ્કિ 2898 AD’માં તેમના અશ્વત્થામાના રોલ માટે લોકો તેમનાં વખાણ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં તેમના વિચાર વ્યક્ત કરે છે. બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું છે કે ‘ફિલ્મમેકર્સ જે અદ્ભુત કામ કરે છે એ, કલાકારોના પર્ફોર્મન્સ, પ્રોડક્શન અને પ્રેઝન્ટેશનનું કામ એ બધું મને ખૂબ પ્રભાવિત કરે છે. તેમની પાસેથી ઘણુંબધું શીખવાનું બાકી છે. ક્રીએટિવિટી તો પારાવાર છે. દરરોજ અને દર કલાકે શીખવા મળે છે. તેમનું નિરીક્ષણ કરવાથી માંડીને સર્ચ કરવા સુધી અને રેપ્રિઝેન્ટેશન બધું પ્રેરિત કરે છે. કાંઈક નવું શીખવાનું કદી પૂરું નથી થતું અથવા તો એને પૂર્ણવિરામ, સેમીકૉલન કે કોમા નથી હોતાં. ક્રીએટિવિટી તો સતત આગળ વધતી રહે છે.’