બ્રિટીશ ઍકૅડેમી ફિલ્મ અવૉર્ડ્સને પ્રેઝન્ટ કરશે પ્રિયંકા

10 April, 2021 09:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાને મળેલી આ તકનો આભાર માનતાં ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો ફોટો શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘આ રવિવારે EE BAFTAને પ્રેઝન્ટ કરવાને લઈને ખૂબ જ સન્માનનીય અને ઉત્સાહિત છું

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસ રવિવારે આયોજિત થનાર ૭૪મા બ્રિટિશ ઍકૅડેમી ફિલ્મ અવૉર્ડ્સને પ્રેઝન્ટ કરવાની છે. એને લઈને તે ખૂબ ખુશ છે. તે EE BAFTAની કૅટેગરીને પ્રેઝન્ટ કરતાં રાઇઝિંગ સ્ટાર અવૉર્ડ્સની જાહેરાત કરશે. આ કૅટેગરી નવા ટૅલન્ટેડ કલાકારોને ઓળખ આપશે. પોતાને મળેલી આ તકનો આભાર માનતાં ઇન્સ્ટાસ્ટોરી પર પોતાનો ફોટો શૅર કરીને પ્રિયંકાએ લખ્યું હતું કે ‘આ રવિવારે EE BAFTAને પ્રેઝન્ટ કરવાને લઈને ખૂબ જ સન્માનનીય અને ઉત્સાહિત છું.’

priyanka chopra bollywood news bollywood bollywood gossips