ઑસ્કરના સાઉથ એશિયન એક્સલન્સ સેલિબ્રેશનમાં પ્રિયંકાનો દબદબો

11 March, 2023 02:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇવેન્ટમાં તે વાઇટ આઉટફિટમાં તેના અમેરિકન પૉપ સ્ટાર નિક જોનસ સાથે પહોંચી હતી. પ્રિયંકાએ મિન્ડી કલિંગ સાથે મળીને આ ઇવેન્ટને હોસ્ટ કરી હતી

ઑસ્કરના સાઉથ એશિયન એક્સલન્સ સેલિબ્રેશનમાં પ્રિયંકાનો દબદબો

ઑસ્કરના સાઉથ એશિયન એક્સલન્સમાં પ્રિયંકા ચોપડા જોનસની ખૂબસૂરતીએ ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ઇવેન્ટમાં તે વાઇટ આઉટફિટમાં તેના અમેરિકન પૉપ સ્ટાર નિક જોનસ સાથે પહોંચી હતી. પ્રિયંકાએ મિન્ડી કલિંગ સાથે મળીને આ ઇવેન્ટને હોસ્ટ કરી હતી. બન્ને બેસ્ટ ફ્રેન્ડ છે. પ્રિયંકાએ જણાવ્યું કે તેઓ એકબીજાની સાથે અનેક વિષયો પર ચર્ચા કરે છે. સાથે જ સપોર્ટ માટે પણ તૈયાર રહે છે. તેમણે સાઉથ એશિયન કલ્ચર વિશે પણ માહિતી આપી હતી. પોતાની ખુશી વ્યક્ત કરતાં પ્રિયંકાએ કહ્યું કે ‘હું ખૂબ આભારી છું કે અહીં પાછા ફરવાની સાથે પૅરેમાઉન્ટ પિક્ચર્સે એને ખૂબ સરસ રીતે હોસ્ટ કર્યો છે. આ આઇકૉનિક છે. મારી આસપાસ મારા ફ્રેન્ડ્સ અને કલીગ્સને આટલાં વર્ષોથી મહેનત કરતા જોયા છે. આ ક્ષણે અહીં હાજર રહીને તેમને જોઈને મારી આંખો ખુશીથી છલકાઈ ઊઠે છે.’

entertainment news bollywood news priyanka chopra