હૉલીવુડની સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર બ્લુફ્લાયમાં ચમકશે પ્રિયંકા ચોપડા

08 August, 2026 07:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા અને ઑસ્કર અવૉર્ડ વિજેતા ઍક્ટર અને ડિરેક્ટર રસેલ ક્રો ફિલ્મ ‘બ્લુફ્લાય’માં સાથે જોવા મળશે. આ એક સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર ફિલ્મ હશે. હૉલીવુડની જાણીતી ફિલ્મ ‘પ્રિડેટર્સ’નું ડિરેક્શન કરનાર નિમરોડ ઍન્ટલ આ ફિલ્મનું ડિરેક્શન કરશે.

હૉલીવુડની સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર બ્લુફ્લાયમાં ચમકશે પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા અને ઑસ્કર અવૉર્ડ વિજેતા ઍક્ટર અને ડિરેક્ટર રસેલ ક્રો ફિલ્મ ‘બ્લુફ્લાય’માં સાથે જોવા મળશે. આ એક સાયન્સ-ફિક્શન ઍક્શન થ્રિલર ફિલ્મ હશે. હૉલીવુડની જાણીતી ફિલ્મ ‘પ્રિડેટર્સ’નું ડિરેક્શન કરનાર નિમરોડ ઍન્ટલ આ ફિલ્મનું ડિરેક્શન કરશે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મ ‘બ્લુફ્લાય’નું શૂટિંગ આ વર્ષના અંતમાં ઑસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રિયંકાનું નામ બૉન્ડ ગર્લની ભૂમિકા માટે પણ ચર્ચામાં છે.

શું છે ફિલ્મની વાર્તા?
આ ફિલ્મની વાર્તા કૉન્ગોમાં રહેતી યુનાઇટેડ નેશન્સની એક ટ્રાન્સલેટરની છે. તે ક્રૅશ થયેલા વિમાનને શોધવાના એક ગુપ્ત મિશન પર છે. આ મિશન દરમ્યાન તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આખરે જ્યારે ફિલ્મનું મુખ્ય પાત્ર વિમાનની નજીક પહોંચે છે ત્યારે તેને અહેસાસ થાય છે કે આ વિમાનને ક્યારેય પાછું લાવવું જોઈતું જ નહોતું.

bollywood buzz priyanka chopra bollywood news bollywood gossips bollywood entertainment news