પ્રિયંકાએ શેર કરી માસ્ક સેલ્ફી, કહ્યું દિલ્હીમાં શૂટિંગ કરવું મુશ્કેલ..

04 November, 2019 09:46 AM IST  |  મુંબઈ

પ્રિયંકાએ શેર કરી માસ્ક સેલ્ફી, કહ્યું દિલ્હીમાં શૂટિંગ કરવું મુશ્કેલ..

પ્રિયંકા ચોપરા

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ દિલ્હીમાં છે અને પોતાની અપકમિંગ ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગરનું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન દિલ્હીનું પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહ્યું છે. એવામાં પ્રિયંકા ચોપરાએ પણ આ પ્રદૂષણને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેના કારણે તેને શૂટિંગ કરવામાં પરેશાની આવી રહી છે.

પ્રિયંકાએ પોસ્ટના માધ્યમથી પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે માસ્ક પહેરેલો છે અને દિલ્હીના પ્રદૂષણને લઈને પોતાની વાત કહી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો સાથે પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, 'ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગના દિવસે..આ શહેરમાં હાલ શૂટિંગ કરવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. મને સમજાતું નથી કે લોકો આ હાલતમાં અહીં કેવી રીતે રહે છે. અમારી પાસે તો એર પ્યૂરીફાયર અને માસ્ક જેવી સુવિધા છે. ગરીબો અને બેઘર લોકો માટે દુઆ કરો. તમામ લોકો પોતાનું ધ્યાન રાખે.'


આ પહેલા પ્રિયંકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી જણાવ્યું હતું કે તે દિલ્હીમાં છે અને ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. ત્યાં જ પ્રિયંકા પહેલા પણ પ્રદૂષણને લઈને અવાજ ઉઠાવી ચુકી છે. એક વાર તેમણે દિવાલી પર ફટાકડા ન ફોડવાની અપીલ પણ કરી હતી. પ્રિયંકાએ એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે તેને અસ્થમા છે. એવામાં તેને વધારે મુશ્કેલી પડે છે.

આ પણ જુઓઃ Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરાએ એક વર્ષ પહેલા આ દિવસોમાં જ ફિલ્મ સ્કાઈ ઈઝ પિંકનું શૂટિંગ દિલ્હીમાં કર્યું હતું. એ સમયે પણ તે પોતાના સાથે ફરહાન અખ્તર સાથે માસ્ક પહેરેલી જોવા મળી હતી. એ દરમિયાન ફરહાને ફોટો શેરક કરીને દિલ્હીના પ્રદૂષણ વિશે જણાવ્યું હતું. જણાવી દઈએ કે ધ વ્હાઈટ ટાઈગરમાં પ્રિયંકા રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે.

priyanka chopra rajkummar rao air pollution