પ્રિયંકા ચોપરાએ પતિ નિકનો વીડિયો કર્યો વાયરલ, જોઈને ચોંકી જશો તમે

07 April, 2019 02:16 PM IST  |  મુંબઈ

પ્રિયંકા ચોપરાએ પતિ નિકનો વીડિયો કર્યો વાયરલ, જોઈને ચોંકી જશો તમે

તસવીર સૌજન્યઃ પ્રિયંકા ચોપરા ઈન્સ્ટાગ્રામ

દેશી ગર્લ પ્રિયંકા હાલ પતિ નિક જોનાસ અને સાસરિયાઓ સાથે સમય પસાર કરી રહી છે. કેટલાક દિવસો પહેલા જોનાસ બ્રધર્સે 'સકર' ગીતનો વીડિયો રીલિઝ કર્યો હતો. આ ગીત હજુ સુધી ટ્રેન્ડ કરી રહ્યું છે. વીડિયોમાં ત્રણેય જોનાસ બ્રધર્સ કૂલ અંદાજમાં નજર આવ્યા હતા. હવે પ્રિયંકાએ આ ગીતનું ડબ વર્ઝન ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે જેને જોઈને તમે હસી હસીને થાકી જશો. પ્રિયંકા એ 'સકર' ગીતના વીડિયો પર ગોવિંદાની ફિલ્મનું ગીત મેરી પેંટ ભી સેક્સી લગાવી દીધું છે. આ વીડિયોને શેર કરતા પ્રિયંકાએ ગોવિંદાને પણ ટેગ કર્યા છે. તમે પણ જુઓ આ વીડિયો.


પ્રિયંકા અને નિકના છૂટાછેડાની ખોટી ખબરો થઈ હતી વાયરલ
જણાવી દઈએ કે કેટલાક દિવસો પહેલા પ્રિયંકા અને નિકના છૂટાછેડાના અહેવાલો એક ઈંટરનેશનલ મેગેઝીને છાપ્યા હતા. મેગેઝીનમાં લખવામાં આવ્યું હતું કે, પ્રિયંકા અને નિકના લગ્નમાં કેટલીક સમસ્યાઓ છે. જોનાસ પરિવાર પણ પ્રિયંકાની લાઈફ સ્ટાઈલથી પરેશાન છે.

આ પણ વાંચોઃ છૂટાછેડાની અફવા બાદ પ્રિયંકા ફરી ચર્ચામાં, J સિસ્ટર્સ સાથે કરી ફોટો શેર

જે બાદ એવા પણ અહેવાલો આવ્યા હતા કે પ્રિયંકાએ પોતાની લીગલ ટીમને આ મામલે વાત કરી છે અને તેઓ આ મામલાની ગંભીરતાને જોતા મેગેઝીન પર એક્શન લેવાની તૈયારીમાં છે.

priyanka chopra Nick Jonas