05 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા
ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપડા લાંબા સમયથી બૉલીવુડની ફિલ્મોમાં જોવા નથી મળી. તેની છેલ્લી હિન્દી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. જોકે હવે એવા સમાચાર છે કે પ્રિયંકા ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં ખાસ આઇટમ-સૉન્ગમાં જોવા મળી શકે છે. જોકે એ વાતની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. એ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૨૦૨૬ની ૨૦ માર્ચે રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.
શુક્રવારે પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર પર ૨૦૧૩ની ફિલ્મ ‘ગોલિયોં કી રાસલીલા રામ-લીલા’ના તેના ડાન્સ ‘રામ ચાહે લીલા’ની યાદ તાજી કરતી એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે જ્યારે સંજયસરે મને આ ગીત માટે પસંદ કરી ત્યારે થોડો અઘરો નિર્ણય હતો, પણ એક ફિલ્મમેકર તરીકે તેમણે મને હંમેશાં પ્રેરણા આપી છે.