22 May, 2024 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા જોનસ
પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં ઇટલીમાં છે. તેણે ઇટલીના રોમમાં યોજાયેલી બુલ્ગારી એટર્ના હાઈ જ્વેલરી બ્રૅન્ડ ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તે હૉલીવુડની અભિનેત્રી ઍન હેથવે સાથે જોવા મળી હતી. જોકે સૌની નજર પ્રિયંકા પર હતી, કારણ કે તે નવી હેરસ્ટાઇલમાં જોવા મળી હતી અને તેણે પહેરેલા નેકલેસ પર સૌની નજર હતી. તેના નેકલેસમાં પાણીનાં ટીપાં જેવા આકારના ૭ ડાયમન્ડ હતા. આ નેકલેસ બનાવવા માટે ૨૦૦ કૅરૅટ રફ ડાયમન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૨૮૦૦ કલાકની મહેનત બાદ એમાંથી ૧૪૦ કૅરૅટનો નેક્લેસ બનાવવામાં આવ્યો હતો.