ધ વાઇટ ટાઇગરને મળેલા સારા રિસ્પૉન્સ માટે આભાર માન્યો પ્રિયંકાએ

26 January, 2021 04:08 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ધ વાઇટ ટાઇગરને મળેલા સારા રિસ્પૉન્સ માટે આભાર માન્યો પ્રિયંકાએ

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસની નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’ને મળેલા સારા રિસ્પૉન્સ માટે તેણે સૌનો આભાર માન્યો છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવ પણ જોવા મળ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ઓપનિંગ વીક-એન્ડનો અંત ખૂબ જ દિલથી થઈ રહ્યો છે. નેટફ્લિક્સ પર વીક-એન્ડ દરમ્યાન રિલીઝ થયેલી ‘ધ વાઇટ ટાઇગર’ને મળેલા સારા રિસ્પૉન્સથી હું ખૂબ જ ખુશ છું. ફક્ત 48 કલાકમાં આ ફિલ્મ દુનિયાભરમાં ટૉપ ટેન લિસ્ટમાં આવી ગઈ છે. આ ફિલ્મે જોવા બદલ, શૅર કરવા બદલ અને અદ્ભુત રિવ્યુ આપવા બદલ સૌનો આભાર. સંપૂર્ણ ઇન્ડિયન કાસ્ટ હોવા છતાં દુનિયાભરમાં મળેલા અદ્ભુત રિસ્પૉન્સને કારણે હું ખૂબ જ ઇમોશનલ થઈ ગઈ છું.’

entertainment news bollywood bollywood news priyanka chopra