ફૅમિલી ટાઇમ

24 November, 2022 02:49 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા અને નિક જોનસ આ વર્ષે  સરોગસીથી પેરન્ટ્સ બન્યા છે અને એની જાહેરાત તેમણે સોશ્યલ મીડિયામાં કરી હતી.

પ્રિયંકા ચોપડા જોનસ દીકરી સાથે જોવા મળી રહી છે

પ્રિયંકા ચોપડા જોનસ દીકરી સાથે જોવા મળી રહી છે. તે હાલમાં ફૅમિલી ટાઇમ એન્જૉય કરી રહી છે. તેની દીકરીનો ફોટો હંમેશની જેમ સ્પષ્ટ નથી દેખાતો. તે સૂઈ ગઈ છે અને આંખો સુધી તેની કૅપ છે. પ્રિયંકા અને નિક જોનસ આ વર્ષે  સરોગસીથી પેરન્ટ્સ બન્યા છે અને એની જાહેરાત તેમણે સોશ્યલ મીડિયામાં કરી હતી. ત્યારથી જ તેમના ફૅન્સ તેમની દીકરીની એક ઝલક જોવા આતુર છે. જોકે તેમણે હજી સુધી ચહેરો નથી દેખાડ્યો. દીકરીનું નામ ‘માલતી મૅરી ચોપડા જોનસ’ રાખવામાં આવ્યું છે. પ્રિયંકા અને નિકે ૨૦૧૮માં ભવ્ય રીતે લગ્ન કર્યાં હતાં.

entertainment news bollywood news bollywood gossips bollywood priyanka chopra