પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

27 January, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રિયંકા ચોપરા જોનસને ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો છે અફસોસ, કહ્યું આ

પ્રિયંકા ચોપરા જોનસ (ફાઈલ તસવીર)

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas) હાલમાં તેની ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’ને મળેલા સારા રિસ્પૉન્સ અને પ્રેમનો આનંદ માણી રહી છે. દરમિયાન અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે, તેને ભૂતકાળમાં ફેરનેસ ક્રીમને સપોર્ટ કરવાનો અફસોસ છે. સાથે જ એમ પણ કહ્યું છે કે, તેને લાગતું હતું કે ડાર્ક સ્કિન સુંદર નથી હોતી. પ્રિયંકાની બુક 'અનફિનિશ્ડ' રિલીઝ માટે તૈયાર છે જેમાં તેણે પોતાના જીવન અને કરિયરની ઘણી ઘટનાઓ અને ઓબ્ઝર્વેશન વિશે જણાવ્યું છે. તેની બુક ફેબ્રુઆરીમાં પબ્લિશ થશે.

પ્રિયંકા ચોપરા જોનસે તેની બુક 'અનફિનિશ્ડ'માં એન્ટરટેનમેન્ટની દુનિયામાં તેના દસ વર્ષના લાંબા કરિયરના અમુક ઓબ્ઝર્વેશન, પર્સનલ કિસ્સા અને સ્ટોરીને કમ્પાઈલ કરી છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તે પહેલાં ફેરનેસ ક્રીમને સપોર્ટ કરતી હતી અને તેને તે વાતનો ઘણો અફસોસ છે. વધુમાં કહ્યું કે, 'સ્કિન લાઈટનિંગ' સાઉથ એશિયામાં ઘણી સામાન્ય વાત છે, તેને ઘણા મોટા પાયે કરવામાં આવે છે. હકીકતમાં જો તમે ફિલ્મ એક્ટર હોય તો આ કરવું ઇન્ડસ્ટ્રીમાં એક ચેક માર્ક હોય છે. પણ મારા માટે આ ઘણું બિહામણું હતું. હું બાળપણમાં ફેસ પર ટેલ્કમ પાઉડર ક્રીમ લગાવતી હતી કારણકે મારું માનવું હતું કે ડાર્ક સ્કિન સુંદર નથી હોતી.

તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા જોનસે આ પહેલાં 2015માં આ જ મુદ્દે વાત કરી હતી જ્યારે બરખા દત્તે તેને આ બાબતે પૂછ્યું હતું. ત્યારે તેણે કહ્યું હતું કે, 'મને ફેરનેસ ક્રીમ વાપરવાનું ઘણું ખરાબ લાગ્યું, માટે મેં તે બંધ કરી દીધું.' 'મારા બધા કઝીન રૂપાળા છે, હું શ્યામ પેદા થઈ કારણકે મારા પિતા શ્યામ હતા. મારા પંજાબી પરિવારવાળા મને 'કાલી, કાલી, કાલી' કહીને ચીડાવતા હતા. 13 વર્ષની ઉંમરે હું ફેરનેસ ક્રીમ લગાવતી હતી અને ઇચ્છતી હતી કે મારો રંગ બદલાઈ જાય.'

entertainment news bollywood bollywood news bollywood gossips priyanka chopra