પાણીપૂરી લવર

28 June, 2021 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકા ચોપડા જોનસે ન્યુ યૉર્કમાં આવેલી તેની સોના રેસ્ટોરાંમાં જઈને પાણીપૂરીનો સ્વાદ માણ્યો હતો. પ્રિયંકાએ થોડા સમય પહેલાં જ આ રેસ્ટોરાં શરૂ કરી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપડા જોનસે ન્યુ યૉર્કમાં આવેલી તેની સોના રેસ્ટોરાંમાં જઈને પાણીપૂરીનો સ્વાદ માણ્યો હતો. પ્રિયંકાએ થોડા સમય પહેલાં જ આ રેસ્ટોરાં શરૂ કરી છે. પોતાના ફ્રેન્ડ્સ સાથે તે આ ઇન્ડિયન રેસ્ટોરાંમાં ગઈ હતી. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, પરંતુ પાણીપૂરી પ્રતિનો પ્રેમ કદી ઓછો નથી થતો. પ્રિયંકા પણ એમાંથી બાકાત નથી. પાણીપૂરી ખાતો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘મને વિશ્વાસ નથી બેસતો કે હું સોના રેસ્ટોરાંમાં આવી છું. મારી ૩ વર્ષની મહેનતનું ફળ મને દેખાય છે. કિચનમાં જઈને અને મારી ટીમ કે જેમણે સોનાને અદ્ભુત બનાવી છે તેમને મળીને મને ખૂબ આનંદ થયો હતો. મારા નામના ડાઇનિંગ રૂમથી માંડીને, મીમીનું આકર્ષક ઇન્ટીરિયર, ભારતીય કલાકારોની કલાકારી જે વેચવાની છે અને સ્વાદિષ્ટ ફૂડ અને ડ્રિન્ક્સને કારણે સોનામાં આવવાનો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. ન્યુ યૉર્કમાં આવેલી સોના મારા દિલનો ભાગ બની ગઈ.’

priyanka chopra new york city entertainment news