ટેક્સ્ટ ફૉર યુનું શૂટિંગ પૂરું કર્યું પ્રિયંકાએ

11 January, 2021 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટેક્સ્ટ ફૉર યુનું શૂટિંગ પૂરું કર્યું પ્રિયંકાએ

પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસે હવે લંડનમાં ‘ટેક્સ્ટ ફૉર યુ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ 2016માં આવેલી જર્મનીની ‘SMS ફર ડીચ’થી પ્રેરિત છે. ‘ટેક્સ્ટ ફૉર યુ’માં પ્રિયંકાની સાથે મ્યુઝિક આઇકૉન સેલિન ડાયન અને સૅમ હ્યુગન પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી એક એવી મહિલાની છે જે પોતાના ફિયાન્સેને ગુમાવી દે છે. જે તેના જૂના ફોન-નંબર પર રામૅન્ટિક મેસેજિસ મોકલે છે. સતત મોકલવામાં આવતા મેસેજિસથી તેનો પરિચય એક એવી વ્યક્તિ સાથે થાય છે જે પોતે પણ હાર્ટ બ્રેકથી પસાર થઈ રહ્યો હોય છે. સેલિન ડાયનનું મ્યુઝિક તે બન્નેને પરસ્પર જોડે છે અને તેમને પ્રેરણા આપે છે કે તેઓ પોતાની લાઇફને સેકન્ડ ચાન્સ આપે. લાસ્ટ શૂટિંગ શેડ્યુલનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ટેક્સ્ટ ફૉર યુ’ના સેટ પર છેલ્લો દિવસ. છેલ્લા ત્રણ મહિનાથી આ અદ્ભુત ક્રૂ સાથે કામ કરવાથી તેમને હું ખૂબ મિસ કરીશ. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ સ્પેશ્યલ રહ્યો છે.’

entertainment news bollywood bollywood news upcoming movie priyanka chopra