હૉલીવુડમાં પ્રોડ્યુસર તરીકે આ છે પ્રિયંકા ચોપડા જોનસની ઈચ્છા

23 January, 2021 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડમાં પ્રોડ્યુસર તરીકે આ છે પ્રિયંકા ચોપડા જોનસની ઈચ્છા

લેટ નાઇટ શો વચ્ચે આરામ કરતી પ્રિયંકા

હૉલીવુડમાં પ્રોડ્યુસર તરીકે હું સાઉથ એશિયન લોકો માટે કામ પૂરું પાડવા માગું છું: પ્રિયંકા ચોપડા જોનસ

પ્રિયંકા ચોપડા જોનસનું કહેવું છે કે હૉલીવુડમાં તેને કોઈએ મદદ નહોતી કરી. તેણે ટીવી સિરિયલ ક્વૉન્ટિકો દ્વારા હૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે હવે નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’ની પ્રોડ્યુસર પણ છે. હૉલીવુડમાં પણ પ્રોડ્યુસર તરીકે કામ કરી રહી હોવાથી તે હવે લોકો માટે વિવિધ તક પૂરી પાડવા માગે છે. આ વિશે વાત કરતાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘હું મારી જાતને કોઈ બૉક્સમાં નથી પૂરી રહી. હું જે વસ્તુને ફીલ કરું છું એની સાથે ખૂબ જ ઑર્ગેનિક હોઉં છું. હું મિન્ડી કોલિંગ સાથે કૉમેડી કરી રહી છું. આ કદાચ એવી પહેલી હૉલીવુડની ફિલ્મ હશે જેમાં મોટા ભાગના સાઉથ-એશિયન સ્ટાર હશે. છેલ્લે આવું ક્યારે બન્યું એ મને ખ્યાલ નથી. આથી એ મારા માટે ખૂબ જ એક્સાઇટિંગ છે. હું જ્યારે અહીં કામ કરી રહી હતી ત્યારે કોઈએ મને તક પૂરી નહોતી પાડી. અમારા જેવા દેખાતા અને સાઉથ એશિયન લોકોને હૉલીવુડમાં ખૂબ જ ઓછી કામ કરવાની તક મળે છે. હું એવી પ્રોડ્યુસર બનવા માગું છું જે લોકોને કામ કરવાની તક પૂરી પાડે.’

લેટ નાઇટ શો વચ્ચે આરામ કરતી પ્રિયંકા

પ્રિયંકા ચોપડા જોનસ હાલમાં તેની ફિલ્મ ‘ધ વાઇટ ટાઇગર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે વિવિધ ટૉક-શોમાં ગઈ હતી. આ શોના શૂટિંગ દરમ્યાન તે વચ્ચે-વચ્ચે આ રીતે આરામ કરતી જોવા મળી હતી.

entertainment news bollywood bollywood news priyanka chopra