બાળકોને કોરોનાથી બચાવવા ગ્રેટા થનબર્ગ સાથે હાથ મિલાવ્યા પ્રિયંકા ચોપડા

02 May, 2020 07:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકોને કોરોનાથી બચાવવા ગ્રેટા થનબર્ગ સાથે હાથ મિલાવ્યા પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા જોનસે દેશ અને દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસને જોતાં બાળકોને એનાથી બચાવવા માટે સ્વીડનની 17 વર્ષની કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ સાથે હાથ મિલાવ્યા છે. ગ્રેટા પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ પર લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે. બાળકોની મદદ માટે હાથ આગળ વધારતાં ટ્વિટર પર પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘વિશ્વભરમાં કમજોર બાળકો પર કોરોનાની થતી અસર જોવી ખરેખર દુઃખદ છે. તેમને હવે ભોજનની કમી, સ્વાસ્થ્ય પ્રણાલીઓની ઊણપ, હિંસા અને શિક્ષણથી વંચિત રહેવું પડી રહ્યું છે. આપણે તેમની રક્ષા કરવાની છે. આ આપણી જવાબદારી છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips coronavirus covid19 priyanka chopra